સુરત નજીક કિમ સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 7.55 કલાકે તેજસ એક્સપ્રેસ પર પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો. એને કારણે ટ્રેનના કોચના કાચ અને બર્થને નુકસાન થયું હતું. માહિતી આપતાં વડોદરા ડિવિઝનના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે સુરતથી ટ્રેન રવાના થયા બાદ જ્યારે કિમ સ્ટેશન નજીક પહોંચી હતી ત્યારે સાંજે 7.55 વાગ્યે કેટલાક અજાણ્યા શખસોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.
જેમાં ટ્રેનના સી – 4 અને સી – 6 કોચની વિન્ડોને નુકસાન થયું હતું. જોકે મુસાફરોનો બચાવ થયો હતો અને સમયસર નીચે નમી ગયા હતા, જેને કારણે તેમને કોઈ ઈજા થઈ નહોતી. કોસંબા રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રેનના C-4 અને C-6 કોચના કાચ અને બર્થને નુકસાન
કિમ રેલવે સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 8 વાગ્યાના અરસામાં સુરતથી ઊપડેલી તેજસ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો, જેમાં C-4 અને C-6 કોચના કાચને નુકસાન થયું હતું. કાચ પર પથ્થરમારાનો અવાજ શરૂ થતાં મુસાફરોમાં ભય ફેલાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!