ધ્યાન રાખજો મારા બાપ / ગુજરાતમાં દારૂ કે દૂધ કશું જ અસલી નથી, જુઓ પેહલા લઠ્ઠાકાંડ અને હવે દૂધમાં થયું એવું કે જાણીને તમે દૂધ પિતા પેહલા 100 વખત વિચાર કરશો

ગુજરાત ટોપ ન્યૂઝ

તમારા ઘરે આવતું દૂધ પીતા પહેલા ચેતી જજો…! ક્યાંક આ દૂધ નકલી કે બનાવટી તો નથી ને, જી હા આવું જ નકલી દૂધ બનાવતી ફેક્ટરી એસઓજી પોલીસે જામનગર જિલ્લામાં ઝડપી પાડી છે. જ્યાં બનાવટી દૂધ બનાવી અને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં હોવાની બાતમી મળતાની સાથે જ જામનગર એસ.ઓજી પોલીસે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામે રેડ કરી નકલી અને બનાવટી દૂધ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી છે.

જામનગર એસ.ઓ.જી પોલીસને નકલી દૂધનો કારોબાર કરતા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જેના પગલે જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના હરીપર (મેવાસા) ગામેથી બનાવટી દુધની મીની ફેકટરી જામનગર એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડી છે. SOG પોલીસે લાખોના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ઇસમોને કડક પાઠ ભણાવ્યો છે.

જામનગર SOG પોલીસને બાતમી હક્તિ મળેલ કે કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે રહેતા રાજુભાઈ બટુકભાઈ ભારાઈ તથા તેનો માણસ ભલાભાઈ રમેશભાઈ મકવાણા પોતાના રહેણાક મકાનમાં માનવ જીંદગીની તંદુરસ્તી જોખમાય તે રીતે દુધમાં પાવડર તથા વનસ્પતિ ઘી ભેળસેળ કરી અખાધ્ય દુધ બનાવી એકત્રિત કરી તેનું વેચાણ કરે છે.

જેથી એ જગ્યાએ રેઇડ કરવા ફુડ ઇન્સપેકટર તથા તેમની ટીમને સાથે રાખી રેઈડ કરતા ત્યાંથી અખાધ્ધ દુધ બનાવવા માટેનો પાવડરના મોટા બાચકા નંગ ૧૭ તથા વનસ્પતિ ઘી ના ડબા નંગ-૪ર તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂ.૫,૩૪,૦૨૫/- નો જંગી મુદામાલ સીઝ કરી સેમ્પલો લઈ પુષ્કરણ અર્થે કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવેલ છે.

જામનગર એસ.ઓ.જી પોલીસે દરોડો પાડી નકલી દૂધના કાળા કારોબારને ઝડપી પાડ્યો છે અને નકલી દૂધની ફેક્ટરી ચલાવતા રબારી શખ્સની ધરપકડ કરી પોલીસે 760 લિટર નકલી દૂધ કબજે કર્યું છે. પોલીસે નકલી દૂધનો કાળો કારોબાર કરતા હરીપર મેવાસા ગામના રાજુ ભારાઇ નામના રબારી શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે રાજુ ભારાઈની પૂછપરછ શરૂ કરી છે અને આ નકલી દુધ તે કોને કોને સપ્લાય કરતો હતો તેમજ તેની પાસેથી દૂધ ખરીદનાર નાના સપ્લાયારો કોને કોને દૂધ વેચતા હતા તે સહિતની બાબતો ઉપર તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અને FSL ની પણ મદદ લેવામાં આવી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *