જુઓ ધારાસભ્યના ભત્રીજાનો પાવર / રાજકોટમાં MLA ના ભત્રીજાએ વાહન ચેકીંગ કરતા PSI પર બંદૂક તાકી, જુઓ પછી….

રાજકોટ

હાલમાં જ રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીક વાહન ચેકીંગ ચાલી રહ્યું હતું. દરમિયાન MLAનાં બોર્ડ સાથેની કાળા કાચવાળી એક કારને રોકતા તેમાં સવાર બે શખ્સોએ PSI સાથે જીભાજોડી કરી હતી. એટલું જ નહીં તેની પાસે રહેલી ગેરકાયદેસર બંદૂક તાકી MLA લખેલી ગાડી તારાથી રોકાય જ કેમ ? કહીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગેના અહેવાલો મીડિયામાં પ્રસિધ્ધ થયા બાદ આજે એક સપ્તાહ પછી પોલીસ હરકતમાં આવી છે. અને આ બંને સામે ફરજમાં રૂકાવટ કરવા સહિત હથિયાર ધારાની કલમો હેઠળ પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે PSI સાંકળિયાએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં તેમણે જણાવ્યા મુજબ, તેઓ 6 મહિનાથી એરપોર્ટ પોલીસમાં કાર્યરત છે. અને હાલ બેડલા બીટ અને બામણબોર બીટનાં ઇન્‍ચાર્જ છે. ગત નવા વર્ષના દિવસો અંતર્ગત તેઓ વાહન ચેકીંગમાં હતાં. ત્‍યારે અમદાવાદ તરફથી ફેન્સી નંબર પ્‍લેટવાળી ‘એમએલએ-ગુજરાત’ લખેલી ગાડી આવતાં તેને હાથના ઇશારાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. પણ ચાલકે થોડે આગળ લઇ જઇ કારને ઉભી રાખી હતી.

ત્યારબાદ ફેન્સી નંબર પ્લેટ અને કાળા કાંચ હોવાથી દંડનું કહેતાં બંનેએ અમારી ફરજમાં રૂકાવટ કરી દંડ નથી ભરવો, આ કાર એમએલએની છે. તમે રોકી ન શકો. કહી દંડ ભર્યા વગર કાર હંકારી ભાગી ગયા હતાં. અમે રોડ પરના સીસીટીવી કેમેરા ચેક કરાવતાં કારનો નંબર જીજે-01-ડબલ્‍યુએ-1 હોવાનું જાણવા મળતાં ચાલક અને સાથેના શખ્‍સ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ જી. એમ. હડીયાએ આરોપીઓની ધરપકડ કરી કયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ તપાસમાં કૃણાલ મકવાણા અને પ્રશાંત મકવાણા નામના આ બંને MLA ઋત્વિજ મકવાણાનાં કૌટુંબિક ભત્રીજાઓ થતા હોવાનું જાણવા મળ્યું છે. બંનેએ ફરજ રુકાવટ કરી અને તારાથી ગાડી રોકાય જ કેમ કહી બોલાચાલી કરી મારી નાખવાના ઇરાદે ગેરકાયદેસર હથિયાર પીએસઆઇ ઉપર તાકેલ હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ આપીસી કલમ 307, 186, 114 તથા આર્મ્સ એક્ટ 25(1)(એ)(બી) મુજબ ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બંનેની પાસેથી એક એન્ડેવર કાર તેમજ રિવોલ્વર અને જીવતા કાર્ટીસ સાથે કુલ રૂ. 10.50 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.