સુરતની બસ દુર્ઘટનામાં નવો વળાંક / બસમાં બ્લાસટ A.Cના કારણે નહિ પરંતુ સામે આવ્યું ચોંકાવનારું કારણ, જુઓ પોલીસની ટિમને મળી આવી આ વિસ્ફોટક સામગ્રી

ટોપ ન્યૂઝ સુરત

શહેરમા મંગળવારના રોજ મોડી સાંજે કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી હતી. જેમાં વરાછા હીરાબાગ(Hirabag) ખાતે એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા જીવતી સળગી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા(Social media)માં પણ ખુબ જ વાયરલ થયો હતો.

આ ઘટનાની અંદર જે મહિલાનું મોત નીપજ્યું હતું તે મહિલાનું નામ તાનિયા હતું. તેના લગ્ન થોડા સમય પહેલા જ વિશાલ નવલાની સાથે થયા હતા અને બંને લગ્ન બાદ હવે ગોવા હનીમૂન ઉપર ગયા હતા, અને ત્યાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે જ સુરતમાં ટ્રાવેલ્સમાં લાગેલી આગમાં તાનિયા બળીને ભડથું થઇ ગઈ.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના રટણ કોમ્પલેક્ષમાં રહેતા વિશાલ નવલાનીના લગ્ન તાનિયા સાથે થોડા સમય પહેલા જ થયા હતા જેના બાદ બંનેએ ગોવા હનીમૂન મનાવવા જવા નીકળ્યા હતા. જેના માટે તેમને સુરતથી ગોવા આવવા જવાની ફલાઇટ ટિકિટ બુક કરાવી હતી અને ગોવાથી ફલાઇટ દ્વારા સુરત આવ્યા બાદ તે બસમાં ભાવનગર જવા માટે રવાના થયા હતા.

આ સમયે બસના ઉપરના ભાગે વિશાલ અને તાનિયા બેઠા હતા. આગ લાગવાની સાથે જ બસમાં જમણી બાજુ ડબલ સીટ વાળા કેબિનમાં બેઠલા વિશાલ બહાર કૂદી પડ્યો અને તેના માથાના ભાગે ઈજાઓ પહોંચી. પરંતુ તાનિયા ત્યાં જ ફસાઈ ગઈ હતી અને તે જીવતી સળગી ગઈ હતી. આ દૃશ્યો એટલા ડરામણા હતા કે ત્યાં હજાર લોકો પણ ભયભીત બની ગયા હતા.

વિગતવાર જોવામાં આવે તો ઘટના બની તે સમયે મળતી માહિતી અનુસાર, આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો પ્રાથમિક માહિતી સામે આવી હતી, ત્યાર બાદ આ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

RTOની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા: ત્યારે હવે RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બસ નોન AC હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, જો લકઝરી બસ નોન AC હતી તો આગની ઝપેટમાં આવી કઈ રીતે અને બસમાં બ્લાસ્ટ થયો તો કેવી રીતે થયો?

FSL રીપોર્ટમાં થયો ધડાકો: મળતી માહિતી અનુસાર, FSL અને પોલીસની તપાસમાં આગ લાગેલી બસની અંદરથી કાચ અને હીરાની સફાઈમાં વપરાતું લિકવિડ મળી આવ્યું છે. સાથે જોવામાં આવે તો FSL રીપોર્ટમાં સિરમની બોટલો પણ મળી આવી છે. રીપોર્ટ અનુસાર, મૃતક તાનિયા અને પતિ વિશાલ જે સીટ ઉપર હતા બરાબર તેની નીચે જ બ્લાસ્ટ થયો હતો. આશંકા જતાવવામાં આવી રહી છે કે, લકઝરી બસમાં કાચ અને હીરા સાફ કરવાના લિકવિડના કારણે બ્લાસ્ટ થયો હોઈ શકે. હાલમાં તો પોલીસ તપાસ પર તમામ લોકોની નજર રહેલી છે.

આ ઘટનાને લઈને એડિશનલ ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ઇજાગ્રસ્ત વિશાલની પત્ની તાન્યાની કોઇ ભાળ મળી નથી. મૃતક મહિલા તાન્યા હોવાની સંભાવના છે. જોકે આ અંગે કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. સ્મીમેર હોસ્પિટલમાં મેયર હેમાલી બોઘાવાલા સહિતના આગેવાનો દોડી ગયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.