સુરતમાં બાળકને ચાલુ પ્લેનમાં પાયલોટની બાજુમાં બેસાડ્યો, જુઓ બાળકનો છે આ રાજકીય સંબંધ, શોકિંગ વિડિઓ જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે

ટોપ ન્યૂઝ સુરત

સુરતનો એક શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. ટેકઓફ કરતાં પ્લેનમાં પાયલોટની બાજુમાં એક બાળક બેસ્યો હોવાનો આ વીડિયો હાલ ઝડપથી ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેમા કોકપીટમાં પાયલટની બાજુમાં બાળક હેડફોન પહેરી સ્ટીયરિંગ ઓપરેટ કરતો હોય તેવો આ ViDEO છે, આ વીડિયો સુરત એરપોર્ટનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ( વિડિઓ નીચે આપેલો છે )

વિમાનનું કોકપીટ એવી જગ્યા છે, જ્યાં પાયલોટ બેસીને પ્લેન ઉડાવે છે, અને તેનુ સંચાલન કરે છે. આ જગ્યા વિમાનની બહુ જ મહત્વની અને સંવેદનશીલ જગ્યા છે. જ્યાં કોઈ મુસાફર જઈ શક્તુ નથી. આવામાં પ્લેનના કોકપીટમા બેસેલા બાળકનો વીડિયો વાયરલ થયો છે. બાળક હેડફોન પહેરીને સ્ટીયરિંગ ઓપરેટ કરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ વીડિયોમાં દેખાતુ પ્લેન એર વેન્ચયૂરાનું પ્લેન હોવાનું ચર્ચાય છે. વીડિયોમાં પ્લેન રન વે ઉપર દોડી ટેકઓફ કરતું પણ દેખાય છે. કોકપીટ જેવી સંવેદનશીલ જગ્યાએ એક બાળક બેઠો છે. વિધાનસભા ચૂંટણીની ઉલ્ટી ગણતરી શરુ થઇ ચુકી છે ત્યારે કતારગામના ધારાસભ્ય અને શહેરી વિકાસમંત્રી વિનુ મોરડીયાના દોહિત્રનો વિમાનના કોકપીટમાં સ્ટીયરિંગ પકડી બેઠેલો વિડીયો સામે આવ્યો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

એક નોન શિડ્યુઅલ ટ્રેનિંગ એરક્રાફ્ટના કોકપીટમાં પાયલોટની બાજુમાં 5 વર્ષનું બાળક સ્ટીયરિંગ પકડી બેઠું છે અને વિમાન ટેકઓફ કરી રહ્યું છે. વિડીયો સામે આવ્યા બાદ આ મામલે ધારાસભ્ય વિનુ મોરડીયાએ કહ્યું હતું કે ‘હા વિડીયોમાં દેખાતું બાળક મારી દીકરીનો દીકરો છે.

વિડીયો જૂનો છે’ગુરુવારે સોસીયલ મીડિયા પર ફરી રહેલા વિડીયો મામલે સુરત એરપોર્ટ ડિરેકટર અમન સેનીએ કોઈ સત્તાવાર ખુલાસો કર્યો ન હતો. જોકે એરપોર્ટ ઓથોરિટીએ આ મામલે તપાસ શરુ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ 4 સિટર ટ્રેનિંગ વિમાન છે જેને સિંગલ પાયલોટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. ( વિડિઓ નીચે આપેલો છે )

વિમાનને પાયલોટ જયારે ટેકઓફ કરાવી રહ્યો છે ત્યારે બાળક કોકપીટમાં વિમાનના ઉપકારણ પકડતું સ્પષ્ટ દેખાય છે અને પાછળની સીટ પરથી વિડીયો ઉતારાયો છે. કોકપીટ એ પ્લેનની સંવેદનશીલ જગ્યા કહેવાય. પ્લેન ઉડાડતા સમયે આવી બેદરકારી કેવી રીતે દાખવી શકાય છે.

પાયલોટે પણ તેની ગંભીરતા અને જવાબદારી સમજવાની જરૂર છે. બાળકનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હોય. જો કોઈ દુર્ઘટના ઘટે તો તેના માટે કોણ જવાબદાર.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *