સૌથી મોટા સમાચાર / કોરોનાના કહેર વચ્ચે ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાત્રી કર્ફ્યુના નિયંત્રણોમાં કરાયા ફેરફાર, જાણો કયા શહેરમાં લાગ્યું થયા કડક નિયંત્રણ

ગુજરાત ટોપ ન્યૂઝ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ નાઇટ કર્ફ્યુ આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કર્ફયુ અમલમાં છે.

વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવતા 19 નગરોમાં નાઇટ કર્ફ્યૂ યથાવત
મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવિટી રેશિયો ધરાવતાં 19 નગરો આણંદ,નડિયાદ,સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 29 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. નાઇટ કર્ફ્યુની હાલની જે સમયાવધિ તા.29-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને 4 ફેબ્રુઆરી 2022 સુધીની કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, હવે 8 મહાનગરો ઉપરાંત 19નગરોમાં તારીખ 29મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના 10 વાગ્યાથી સવારે 6વાગ્યા સુધીના રાત્રિ કર્ફ્યુનો અમલ 4 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.ર૯-૧-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. તદ્દઅનુસાર, હવે ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૨૯મી જાન્યુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા.૪થી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલે કોર કમિટિની બેઠકમાં કોરોનાની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે હાથ ધરીને અન્ય પણ મહત્વના નિર્ણયો કર્યા છે.

આ નિર્ણયો મુજબ હોટલ-રેસ્ટોરન્સ દ્વારા કરવામાં આવતી હોમ ડીલીવરી હવે ર૪ કલાક ચાલુ રાખી શકાશે. આ નિયંત્રણો ઉપરાંત અન્ય નિયંત્રણોના અમલ અંગેનું ગૃહ વિભાગનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂનો અમલ સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *