કેનેડા-યુએસની બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં બોર્ડર ક્રોસ કરીને અમેરિકા જતી વખતે થીજી જવાથી કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક પાટીદાર પરિવારના 4 સભ્યો મોત થઈ ગયા હતા. જ્યારે અન્ય ઉત્તર ગુજરાતના 7 ગુજરાતીઓ ઝડપાઈ ગયા હતા. આ ઘટનાના વિશ્વભરમાં ઘેરા પડઘાં પડ્યા છે. ભારત સરકાર અને કેનેડા સરકાર પણ દોડતી થઈ ગઈ છે.
હવે ઉત્તર ગુજરાતના ભાજપના પીઢ રાજનેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપી પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. 1995થી લઈ અત્યાર સુધીમાં સત્તામાં રહ્યા બાદ પોતે પણ 20 વર્ષ મંત્રી પદે રહ્યા બાદ હવે તેમને ડહાપણની દાઢ ફૂટી છે. તેમણે સરદારધામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં અહીં તક ન મળતી હોવાની હૈયાવરાળ ઠાલવી છે.
અહીં તક નથી, અહીં મહેનત કર્યાં પછી પણ સ્થાન મળતું નથી
નીતિન પટેલે કહ્યું કે, મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે?અહીં તક નથી. અહીં મહેનત કર્યાં પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.
બીજું બધું નહીં બોલું અહીં મીડિયા છે
તેમણે વધુમાં કહ્યું કે બીજું બધું નહીં બોલું અહીં મીડિયા છે. પાટીદાર સમાજના ચાર ભાઈ-બહેન માઇનસ 40 ડિગ્રીમાં કેનેડા બોર્ડર પર ઠુંઠવાઈ ગયા. આ કરૂણ બનાવ કેમ બન્યો? અહીં તકો ઉપલબ્ધ થતી નથી. ભવિષ્ય ઉજ્જવળ થતું નથી, મહેનત કરવા છતાં, અભ્યાસ કરવા છતાં કોઈ સારી પોઝિશન પ્રાપ્ત થતી નથી એટલે આ બધો સંઘર્ષ કરવો પડે છે. આવી દુઃખદ ઘટના ન બને તે માટે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ.
દીકરી અને દીકરા સાથે દંપતી થીજી ગયું
કલોલ ખાતેના નવા ડિંગુચા ગામનાં મૂળ વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ. 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ. 33), પુત્રી વિહંગા(ગોપી) (ઉ. 12) અને પુત્ર ધાર્મિક (ઉ. 3) દસ બાર દિવસ અગાઉ અમેરિકા જવા માટે રવાના થયા હતા. જેઓ કલોલ ગ્રીન સિટી ખાતે રહેતા હતા. હમણાં જ બે મહિના અગાઉ મકાનનું રિનોવેશન કરાવીને રહેવા માટે આવ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું.
ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતમાં યુવાનોને તક ઉપલબ્ધ થતી નથી. અહી તક મળતી ન હોવાથી લોકો વિદેશમાં જવા માંગે છે. અહી ભવિષ્ય ઉજ્જવળ નથી થતુ. મહેનત કરવા છતા સારી પોઝિશન મળતી નથી. જેથી સરકાર એવી તક ઉભી કરે કે વિદેશ જવાનો મોહ ઓછો થાય.
તો બીજી તરફ, કાર્યક્રમમાં પૂર્વ DyCM નીતિન પટેલનો એકવાર ફરી રમૂજી અંદાજ જોવા મળ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, હમણા મારા ઘરમાં મીઠો વિવાદ ચાલે છે. કચ્છનું સફેદ રણ જોવા માટે વિવાદ ચાલે છે. મારી પત્નીએ હજુ સુધી કચ્છનું રણ નથી જોયું. ભલે અમિતાભ બચ્ચને ગમે એટલી જાહેરાત કરી હોય. ભલુ થજો ભગવાનનું કે હવે થોડો સમય મળ્યો છે. હવે સમય મળ્યો છે એટલે બધુ માણવાનો સમય મળશે. મારી પૌત્રી 11 વર્ષની ક્યારે થઈ ગઈ તે ખબર જ ન પડી.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/23/nitin-patel_1642947902/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!