હા નીતિનકાકા તમારી મોજ હા / અમદાવાદના કાફેમાં નીતિન પટેલે ઘપાઘપ પાણીપુરી ખાધી, યુદ્ધ અને હત્યાના બનાવો પર આપ્યું મોટું નિવેદન : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા વિડિઓ વાઇરલ થતા હોઈ છે. ત્યારે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત એક ‘રોબોટીક કાફે’ નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. હાલ નીતિન પટેલ કાફેમાં જે પાણીપુરી ખાધી તેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત થઈ છે, ત્યારે આ પ્રસંગે નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાણીપુરી ખાધી હતી.

વડોદરામાં અને સુરતમાં યુવતીના હત્યા મુદ્દે નીતિન પટેલનું નિવેદન
આ પ્રસંગે સુરતમાં યુવતીના હત્યા મુદ્દે અને હાલમાં જ બનેલી વડોદરાની ઘટના અંગે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, આવા બનાવ ચિંતાનજક છે. આ બનાવ ખુબ જ ધૃણાસ્પદ છે. સુરતની અને વડોદરાઘટના માટે રાજ્યનું ગૃહવિભાગ કડક કાર્યવાહી કરીને આગળની કામ કરાવશે. કિશન ભરવાડ કેસની જેમ ઝડપી કામ થશે. સરકાર, કાયદો અને ગૃહ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.

યુક્રેન મહાસંકટ મામલે પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, યુક્રેમાં આપણા ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેથી વિદેશ વિભાગ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે સંકટમાં છે. ત્યાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે. વિદ્યાર્થીઓને પરત લાવવાનો એક્શન પ્લાન તૈયાર છે. કોઈના પર જોખમ ના રહે એ માટે કામ કરી રહ્યા છીએ.

નોંધનીય છે કે અમદાવાદમાં નવા ખૂલેલા રોબેટ કાફેમાં માણસો નહીં પણ રોબોટ જ રોબોટ જોવા મળશે. ઓર્ડર લેવાથી લઈને નાસ્તો સર્વ કરવા સુધી માટે અલગ-અલગ રોબોટ છે. મજાની વાત એ પણ છેકે, આ રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે. વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત રોબોટીક કાફેની શરૂઆત થઈ છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1493488341613903873 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.