માસ પ્રમોશન નહીં / ધોરણ 12માં નહી મળે માસ પ્રમોશન, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન

ગુજરાત ટોપ ન્યૂઝ

કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય, ધોરણ 12માં નહી મળે માસ પ્રમોશન, સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ યોજાશે પરીક્ષા, પરીક્ષા મામલે સર્વસંમતિથી લેવાયો નિર્ણય

  • ધોરણ 12માં માસ પ્રમોશન નહીં
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન
  • કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ધોરણ 12ની પરીક્ષાઓ યોજીવી કે નહીં, કે પછી ધોરણ 10 જેમ માસ પ્રમોશન આપવાનું તે અંગે એક બેઠક મળી હતી જેમાં સર્વ સંમિતિથી ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં માસ પ્રમોશન નહી આપવાનો નિર્ણય કરાયો છે. કો-રોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવામાં આવશે તેવું કોર કમિટીની બેઠકમાં નક્કી કરાયું છે.રાજ્યમાં પહેલેથી જ 1થી9 અને 11માં ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું હવે ધોરણ 10માં પણ માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

પરિસ્થિતિ સારી થાય પછી પરીક્ષા લેવાશે

મહત્વનું છે કે ધોરણ 12ની પરીક્ષા મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે ધોરણ 12ની પરીક્ષામાં માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે, જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ ધોરણ 12ની પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *