નોરા સાથે થઈ મોટી બબાલ / નોરાની ફતેહીની લક્ઝુરિયસ ગાડીએ રિક્ષાને ઠોકી દીધી, જુઓ લોકોએ બોચી પકડી અને પછી….

બોલિવૂડ

બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સ સેન્સેશન નોરા ફતેહી તેના ડાન્સ વીડિયોના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે તેની લેટેસ્ટ તસવીરો અને તેના બોલ્ડ વીડિયોને કારણે ઇન્સ્ટાગ્રામ પર છવાતી રહે છે. પરંતુ આ વખતે તે ચર્ચામાં આવી છે તેનું કારણ તેના કોઇ વીડિયો કે તસવીરો નથી. નોરા ફતેહીની કારને મંગળવારે સાંજે એટલે કે 21 જાન્યુઆરીના રોજ રાત્રે અકસ્માત નડ્યો હતો. જો કે, જ્યારે અકસ્માત થયો ત્યારે નોરા ફતેહી કારમાં હાજર ન હતી અને માત્ર ડ્રાઈવર જ હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે નોરા તેના લેટેસ્ટ મ્યુુઝિક વીડિયો ‘ડાન્સ મેરી રાની’ના લોન્ચ ઈવેન્ટમાં હાજર હતી. બોલિવૂડ લાઈફના રીપોર્ટ અનુસાર, નોરાની કારનો અકસ્માત મંગળવારે સાંજે 7-7:30 વાગ્યા આસપાસ વચ્ચે થયો હતો. નોરાના ડ્રાઈવરે ઓટોને ટક્કર મારી હતી. આ ટક્કરમાં નોરાની કાર અને ઓટો બંનેને નુકસાન થયું છે. ત્યાર બાદ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને તેમાંના કેટલાકે નોરાના ડ્રાઈવરને કોલરથી પકડી લીધો અને તેને કારમાંથી બહાર કાઢ્યો હતો. ભીડથી ડરી ગયેલા, નોરાના ડ્રાઈવરે પાછળથી ઓટો ડ્રાઈવરને વળતર તરીકે 1,000 રૂપિયા આપીને તેનો જીવ બચાવ્યો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નોરાની કારનો અકસ્માત 21 ડિસેમ્બરની સાંજે સાત-સાડા સાતની વચ્ચે થયો હતો. કારમાં માત્ર નોરાનો ડ્રાઇવર જ હતો. ડ્રાઇવરે ઓટો રિક્ષાને ટક્કર મારી દીધી હતી. બંને વાહનોને ખાસ્સું નુકસાન ગયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, લોકો ભેગા થઈ ગયા હતા. ગુસ્સામાં લોકોએ ડ્રાઇવરનો કોલર પકડીને કારની બહાર કાઢ્યો હતો. હંગામા બાદ ડ્રાઇવરે ઓટો ડ્રાઇવરને એક હજાર રૂપિયા આપ્યા હતા. જે સમયે અકસ્માત થયો તે સમયે નોરા ‘ડાન્સ મેરી રાની’ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. આ સોંગ 21 ડિસેમ્બરે રિલીઝ થયું.

તમને જણાવી દઈએ કે નોરા આ દિવસોમાં તેના ડાન્સ વીડિયોના કારણે જ નહીં પરંતુ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના તેના કથિત સંબંધોને કારણે પણ ચર્ચામાં છે. EDની તપાસમાં સામે આવ્યું છે કે નોરાને સુકેશ ચંદ્રશેખરે મોંઘી BMW કાર ભેટમાં આપી હતી. રીપોર્ટ અનુસાર, નોરાએ આ કેસમાં સરકારી સાક્ષી બનવાનું નક્કી કર્યું છે. આ સાથે ED નોરાને સુકેશ પાસેથી મળેલી તમામ મોંઘી ભેટો જપ્ત કરશે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી છેલ્લે ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી. આ પછી તે ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ના વીડિયો ‘કુસુ કુસુ’માં જોવા મળી હતી. હવે પંજાબી સિંગર ગુરુ રંધાવા સાથેનો તેનો નવો વીડિયો ‘ડાન્સ મેરી રાની’ રિલીઝ થયો છે. આ વીડિયોને લઇને નોરા હાલ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.