હાર્દિક પંડ્યા ભડક્યો / IPL 2022માં રિટેન નહિ થવાથી ગુસ્સે ભરાયેલા હાર્દિકે પોતાની જ ટિમ મુંબઈ ઇન્ડિયન્સ પર ભડાસ કાઢી – જોઈલો વિડિઓ

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

IPL 2022 માટે મેગા ઓક્શન અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ની રિટેન્શનની યાદીમાં હાર્દિક પંડ્યાને જગ્યા નહતી મળી. હાર્દિક પંડ્યા વર્ષ 2015માં આઈપીએલ કરિયરની શરૂઆતથી જ આ ટીમનો મહત્વનો ભાગ હતો. પરંતુ હવે આ ઓલરાઉન્ડર આગામી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે કદાચ જ રમતો જોવા મળે.

હાર્દિક પંડ્યાએ પણ એ વાત તરફ ઈશારો કર્યો છે કે તે કદાચ ટીમમાં પાછો ન ફરે. મુંબઈને પોતાના દમ પર અનેક મેચો જીતાડનાર હાર્દિક રિટેન ન થવાથી ઘણો દુ:ખી હોય તેવું જણાય છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક અત્યંત ભાવુક કરતો વીડિયો શેર કર્યો અને તે દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ સંલગ્ન પોતાની યાદગાર પળોને શેર કરી છે. હાર્દિકે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ‘હું આ યાદોને જીવનભર મારી સાથે રાખીશ. હું આ પળોને જીવનભર મારી સાથે રાખીશ. મેં જે પણ મિત્રો બનાવ્યા છે, જે બંધન બન્યા છે, લોકો, પ્રશંસકો, હું હંમેશા તેમનો આભારી રહીશ. હું ફક્ત એક ખેલાડી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ મોટો થયો છું.’

પંડ્યાએ વધુમાં લખ્યું કે ‘હું યુવા ક્રિકેટર તરીકે મોટા સપના સાથે અહીં આવ્યો હતો. અમે સાથમાં જીત્યા, અમે સાથમાં હાર્યા અને અમે સાથે લડ્યા. આ ટીમ સાથે વીતાવેલી દરેક પળ મારા હ્રદયમાં ખાસ જગ્યા ધરાવે છે. તેઓ કહે છે કે તમામ સારી ચીજોનો અંત થાય જ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા મારા હ્રદયમાં રહેશે.’

28 વર્ષનો હાર્દિક આઈપીએલમાં ફક્ત મુંબઈ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ રમ્યો છે. તેણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 27.33 ની સરેરાશથી 1476 રન બનાવ્યા છે અને 42 વિકેટ લીધી છે. જો કે આઈપીએલની ગત સીઝનમાં તેનું પ્રદર્શન બેટથી ખુબ નિરાશાજનક રહ્યું હતું. તે 14.11ની સરેરાશથી ફક્ત 127 રન જ કરી શક્યો હતો. બોલિંગની વાત કરીએ તો તેણે ગત સીઝનમાં એક પણ ઓવર નાખી ન હતી. આઈપીએલ 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવને રિટેન કર્યા છે. જ્યારે કેરિબિયન ઓલરાઉન્ટ કિરોન પોલાર્ડને પણ ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યો છે.

હાર્દિક પંડ્યાએ પણ આ વાતનો ઈશારો કર્યો છે કે કદાચ તેઓ ટીમમાં ફરીથી પાછું નહીં રમે. મુંબઈને પોતાની ક્ષમતા દ્વારા ઘણી મેચ જીતાડનારા હાર્દિકને રિટેન કરાતા તેઓ ઘણા દુ:ખી થયા છે. હાર્દિકે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો દ્વારા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલી પોતાની યાદગાર પળોને શેર કરી છે.

હાર્દિકે વીડિયો કેપ્શનમાં લખ્યું, હું આ યાદોને જીવનપર્યત મારી સાથે સંભાળીને રાખીશ. મેં જે મિત્ર બનાવ્યાં છે. જે બંધન બનાવ્યાં છે. ચાહકોનો હું હંમેશા આભારી રહીશ. હું ફક્ત એક ખેલાડી તરીકે નહીં પરંતુ એક માણસ તરીકે પણ મોટો થયો છું. પંડ્યાએ વધુમાં લખ્યું, હું યુવા ક્રિકેટર તરીકે મોટા સપના સાથે અહીં આવ્યો હતો. આપણે સાથે જીત્યા, સાથે હાર્યા અને સાથે લડ્યા. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે વિતાવેલી દરેક ક્ષણે મારા દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેઓ કહે છે કે સારી બાબતોનો અંત થાય છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ હંમેશા મારા દિલમાં જીવંત રહેશે.

28 વર્ષીય હાર્દિકે આઈપીએલમાં ફક્ત મુંબઈ ફ્રેન્ચાઈઝી માટે ક્રિકેટ રમી છે. તેમણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 27.33ની સરેરાશથી 1476 રન બનાવ્યાં છે અને 42 વિકેટ લીધી છે. જોકે, આઈપીએલની ગત સિઝનમાં તેમનું પ્રદર્શન બેટરથી ઘણુ નિરાશાજનક હતુ અને તેમણે 14.11ની સરેરાશથી 127 રન બનાવ્યાં હતા.

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આ રિટેન્શનમાં MI ટીમે રિટેન કર્યો નથી. જેના પરિણામે આજે હાર્દિકે સોશિયલ મીડિયામાં એક ભાવુક વીડિયો પોસ્ટ કરી શરૂઆતથી અત્યારસુધીની સફર વર્ણવી છે. તેણે આ વીડિયોમાં યાદ આયેંગે વો પલ સોન્ગ એડ કરી કેપ્શનમાં લખ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સે અત્યારસુધી મને જે કંઈ પણ યાદો આપી છે તે હું જીવનભર યાદ રાખીશ. આ ટીમમાં મારા સારા મિત્રો પણ બન્યા, સ્ટાફ સાથે સારા સંબંધોથી લઈ ફેન્સે આપેલા પ્રેમને હું હંમેશા યાદ રાખીશ અને હું તમામનો આભારી છું.

હું એક પ્લેયરની સાથે માણસ તરીકે મુંબઈની ટીમમાં વિકસ્યો છું. આ ટીમમાં હું એક યુવા ખેલાડી તરીકે આવ્યો હતો અને MIના સારા-ખરાબ દરેક સમયમાં અમે એકસાથે રહ્યા છીએ. અમે સાથે જીત્યા, હાર્યા અને લડ્યા. આ તમામ યાદો મારા દિલમાં હરહંમેશ રહેશે. લોકો કહે છે કે દરેક સારી યાદ અને પળનો એક અંત હોય છે, પરંતુ મુંબઈ સાથે પસાર કરેલો દરેક સમય મારા દિલમાં રહેશે.

MIએ હાર્દિકની પોસ્ટમાં જવાબ આપતા લખ્યું મુંબઈથી ઈન્ડિયા સુધી તારી સફર શાનદાર રહી, અમને તારી સાથે આ સફર ખેડવાનો ગર્વ છે. યાદ આયેંગે યે પલ…. આ ક્ષણ હરહંમેશ યાદ આવશે.

મુંબઈ ઈન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં કેપ્ટન રોહિત શર્મા, 12 કરોડ રૂપિયામાં જસપ્રીત બુમરાહ, 8 કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવ અને 6 કરોડ રૂપિયામાં કિરોન પોલાર્ડને રિટેન કર્યા છે. ઉલ્લેખનીય છે કે હવે રોહિત શર્મા ઈન્ડિયન ટીમના T20 કેપ્ટન હોવાથી MIએ તેને ગત વર્ષ કરતાં 1 કરોડ રૂપિયાની રકમ વધારે આપી ટીમમાં રિટેન કર્યો છે. ગત સીઝનમાં રોહિત શર્માને 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

આ ખેલાડીઓને રિટેન ન કરવામાં આવ્યાઃ આદિત્ય તારે, અનમોલપ્રીત સિંઘ, અનુકૂલ રોય, ધવલ કુલકર્ણી, હાર્દિક પંડ્યા, જયંત યાદવ, કૃણાલ પંડ્યા, ક્વિન્ટન ડી કોક, રાહુલ ચાહર, ક્રિસ લિન, ટ્રેન્ટ બોલ્ટ, મોહસિન ખાન, સૌરભ તિવારી, એડમ મિલ્ને, નાથન કુલ્ટર-નાઈલ, પીયૂષ ચાવલા, જેમ્સ નીશમ, યુદ્ધવીર ચરક, માર્કો જેન્સન, અર્જુન તેંડુલકર.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.