છેલ્લા ઘણા દિવસથી આપણે ઘરેલુ કંકાસ માં તેમજ સાસરિયાઓના ત્રાસના કારણે અનેક પીડિત મહિલાઓની જુબાની સાંભળી છે. જેમાં વધુ એક યુવાનની હાલ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતી એક મહિલાની સામે આવતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગયો છે..
તો બીજી બાજુ સાસરિયા વાળા લોકો ભૂગર્ભમાં સમાઈ ગયા છે. પોલીસ કમિશનર કચેરી પાસેના વિસ્તારમાં રહેતી મહિલાના લગ્ન બે વર્ષ પહેલા મુંબઈના એક યુવક સાથે થયા હતા. લગ્ન થયા પછી ૨૭ વર્ષની આ યુવતી તેના સાસરે ગઈ હતી. પરંતુ થોડા દિવસની અંદર જે પોતાના પિયર મળવા માટે આવી હતી. પિયરથી મળીને જ્યારે તે પરત સાસરે ગઈ હતી.
તેનો પતિ તેની સાથે ધીમે ધીમે વાતચીત કરવાનું ટાળી રહ્યો હતો. તેમજ તેનાથી અલગ પથારી કરીને સુવા લાગ્યો હતો. તેની સાસુ પણ તેને કહેતી હતી કે તું તારા પિતાના ઘરેથી ખૂબ ઓછું દહેજ લાવી છો. આ ઉપરાંત તે અન્ય ઘણી બધી બાબતોને લઈને યુવતીને ત્રાસ પહોંચાડતી હતી. થોડા સમય બાદ આ સાસુએ યુવતીને કહ્યું હતું કે, અમે તને તારા ઘરે લગ્ન પહેલા જોવા માટે આવ્યા હતા. ત્યારે તારા સસરા જીવીત હતા.
પરંતુ અમારા ઘરમાં આવતાંની સાથે જ તારા સસરા નું અવસાન થયું છે. તારા પગલા ખૂબ જ ખરાબ છે. અમારા ઘરમાં તું કોઈ પણ કારણે પોસાય નહીં. વગેરે વગેરે ટોણા મારતા હતા. આ ઉપરાંત સાસુએ સોનું અને હીરા ઝવેરાતના દાગીના ની સાથે સાથે 50 લાખ રૂપિયા રોકડા દહેજની માંગ કરીને યુવતીના પરિવારવાળાને એમજ યુવતીને ત્રાસ આપવાનું ચાલુ કરી દીધું હતું..
જો દહેજ ન લાવે તો તેને ત્રાસ આપશે અને ઢોરમાર મરાશે તેમ પણ કહ્યું હતું. આ સાથે સાથે તેનો પતિ પણ નોકરીથી આવીને તેને ઢોર માર મારતો હતો. યુવતીએ તેના પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી. એટલા માટે પરિવારે આ મામલાને દબાવી દઈને સમાધાન કરી નાખવા માટે જણાવ્યું હતું.
પરંતુ સાસરીયા વાળાઓ સમાધાનમાં રસ દાખવતા હતા નહીં અને વારંવાર તેને ત્રાસ પહોંચાડતા હતા. એટલા માટે આ મહિલાએ તેના પતિ અને તેની સાસુ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે. ફરિયાદ નોંધાતાની સાથે સાસરિયા વાળા સીધી પાટીએ ચાલવા લાગ્યા છે.પરંતુ પોલીસે આ બાબતને લઈને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!