હવે રૂપિયાના જમાના ગયા / વિદેશમાં નહિ પણ ગુજરાતમાં યોજાયેલા લોક ડાયરામાં ગુજરાતીઓએ કર્યો ડોલરનો વરસાદ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ રાજકોટ

ગુજરાતમાં સૌથી વધારે લોક ડાયરાઓમાં રૂપિયા અને ડોલરનો વરસાદ થાય તે હવે સામાન્ય વાત બની ગઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ લોક ડાયરા અને ભજન કાર્યક્રમ કરવા તે આપણી જૂની પરંપરા છે. આમ પણ લોક ડાયરાઓમાં ગુજરાતી કલાકારો લોક ગીતો, ભજનો અને સાહિત્ય અને હાસ્યની વાતોની રમઝટ બોલાવે છે. માટે ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં લોકડાયરાઓનું આયોજન થાય છે.

ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવા લોકડાયરાઓનું આયોજન થયું જ્યાં ડોલરનો વરસાદ થયો. રાજકોટ પાસે સુરેન્દ્રનગરના ખાટડી ગામે યોજાયેલા એક લોક ડાયરામાં 100 ડોલરની નોટોનો વરસાદ થયો છે. જાણવા મળી રહ્યું છે કે, સુરેન્દ્રનગર પાસે આવેલ ખાટડી ગામે શક્તિ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 100 ડોલરની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

જેમાં ખાટડી ગામના સરપંચ પિન્ટુ ખાટડી દ્વારા લોકડાયરામાં લોકગાયક બ્રિજરાજદાન ગઢવી પર 100 ડોલરની નોટો ઉડાવતા વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કારણ કે હવે વિદેશ નહિ પણ ગુજરાતની ધરતી પર પણ ડોલરનો વરસાદ થાય છે

આ વીડિયોમાં તમે જોઇ શકશો કે, ડાયરાના કલાકાર પર ડોલરની નોટો ઉડાડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ડાયરામાં ડોલર અને રૂપિયાનો વરસાદ થતા ડાયરો ચર્ચામાં આવ્યો છે. ત્યારે હાલમાં જાણવા મળ્યું છે કે, સરપંચ અને સંતો પાસે ડોલર ક્યાથી આવ્યા તે એક સવાલ છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1517538400047296512 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.