આ શું કર્યું દીકરાએ / પિતાએ કહ્યું પ્રેમ નહિ દીકરા અભ્યાસમાં ધ્યાન આપ, આવું કેહતા દીકરાએ દિલમાં લઈને કરી નાખ્યું એવું કે જાણીને રુવાડા ઉભા થઇ જશે

અમદાવાદ ટોપ ન્યૂઝ

શું કોઈ માતા પિતા પોતાના સંતાનને ઠપકો પણ ન આપી શકે, શું સંતાન પાસે આત્મહત્યા કરવી એ જ પસંદ છે. અમદાવાદમાં વધુ એક સગીરે માતા પિતાએ પ્રેમિકા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ લીધો હતો.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમ નજીક આવેલ કેવલ નિવાસ આવેલ છે. જ્યા ગત રોજ એક સગીરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બપોરના સમયે અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનને એક કોલ આવ્યો હતો કે નીલ પાટીલ નામના સગીરે ગળે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી છે. આ મેસેજ મળતાની સાથે કેવલ નિવાસે પહોંચી ગઈ હતી અને પ્રાથમિક તપાસ શરુ કરી હતી.

પોલીસે ઘટના સ્થળ પહોંચી એફએસએલને જાણ કરી નીલ પાટીલનો મૃતદેહ નીચે ઉતારી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સગીર નીલ પાટીલના માતા પિતા ઉત્તરાખંડ ફરવા માટે ગયા હતા. માતા પિતાએ જણાવ્યું હતું કે દીકરા નીલ પાટીલ ડિપ્લોમામાં અભ્યાસ કરતો હતો. સાથે જ અભ્યાસ કરતી સગીરા સાથે એક તરફી પ્રેમમાં હતો. જેને લઇને પિતાએ થોડા દિવસો અગાઉ જણાવ્યું હતું કે, હાલ આ સમય અભ્યાસ કરવાનો છે, પ્રેમ કરવાનો નહિ. અને બસ આ જ વાત દીકરા નીલ પાટીલને લાગી આવી હતી જેને લઇને તેણે મોતને પસંદ કર્યું હતું.

હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, સગીર મૃતકના પિતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પોલીસે એ તપાસ શરુ કરી છે કે મૃતકના મોબાઈલ કે રૂમમાં કોઈ સ્યુસાઇટ નોટ લખીને મૂકી છે કે નહિ.

સમગ્ર ઘટના એ સવાલ પેદા કરે છે કે, શું માતાપિતા પોતાના જ સંતાન ને યોગ્ય સલાહ પણ ન આપી શકે. શુ સંતાનો માતાપિતાની આવી નાની વાતોને ધ્યાનમાં લઈને સ્યૂસાઈડ કરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.