શુક્રવારનું રાશિફળ : શુક્રવારે આ રાશિના જાતકોને સામાજિક સ્તરે થોડી નવી ઓળખ પ્રાપ્ત થશે

રાશિફળ

મેષઃ- પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન્ન થશે.

નેગેટિવઃ- આ સમયે આર્થિક પરેશાની રહેશે. કોઇ બહારના વ્યક્તિના કારણે તમને ધનને લગતું નુકસાન થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલાં કોઇ વાદ-વિવાદને વધારે ખેંચશો નહીં.

વૃષભઃ- પોઝિટિવઃ- આજે કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું કોઇ અટવાયેલું કામ બની શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ વધશે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા સંબંધો વધારે ગાઢ બનશે.

નેગેટિવઃ- કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ બની રહી છે. વધારે હળવા-મળવાનું છોડીને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. તમારી કોઇપણ યોજના કોઇ સામે જાહેર ન કરો.

મિથુનઃ- પોઝિટિવઃ- સમય સાથે કરેલાં કાર્યોના પરિણામ પણ યોગ્ય હોય છે, એટલે તમારા હાથમાં આવેલી કોઇપણ સફળતાને પ્રાપ્ત કરવામાં મોડું ન કરો. તમારું વ્યક્તિત્વ અને પ્રભાવશાળી વાણી અન્ય ઉપર ઉત્તમ છાપ છોડશે.

નેગેટિવઃ- પરિવાર તથા સંબંધીઓ માટે થોડો સમય કાઢવો જરૂરી છે, સંબંધોમા ખટાસ આવવા દેશો નહીં. જો સ્થાન પરિવર્તનને લગતી કોઇ યોજના બનાવી રહ્યા છો તો હાલ તેના ઉપર વધારે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

કર્કઃ- પોઝિટિવઃ- જો કોઇ જગ્યાએ રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે તે શુભ રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળની મદદથી કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જીવનની પૂંજી રહેશે.
નેગેટિવઃ- માત્ર યોજનાઓ બનાવવામાં જ સમય નષ્ટ ન કરીને તેને શરૂ કરવાની પણ કોશિશ કરો. ભાવના પ્રધાન થવાના કારણે કોઇ નાની નકારાત્મક વાત પણ તમને નિરાશ કરી શકે છે. થોડો સમય બાળકો સાથે પણ પસાર કરવો જરૂરી છે.

સિંહઃ- પોઝિટિવઃ- સામાજિક સ્તર ઉપર તમને એક નવી ઓળખ પ્રાપ્ત થવાની છે, એટલે તમારા સંપર્કોની સીમા વધારો. કામનો ભાર તો વધારે રહેશે, પરંતુ સફળતા મળવાથી થાક હાવી થશે નહીં.

નેગેટિવઃ- અચાનક કોઇ ખર્ચ સામે આવી શકે છે. જેના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત પણ રહેશે. પરિસ્થિતિઓના તણાવની જગ્યાએ ધૈર્ય અને સંયમથી તેનો ઉકેલ લાવો. તમારી સફળતાનો વધારે દેખાડો ન કરો.

કન્યાઃ- પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરી રહી છે. બાળકોની કોઇ સફળતાથી સુકૂન અને સુખ મળશે. ઘરના રિનોવેશનને લગતી વસ્તુઓની ખરીદદારી પણ શક્ય છે. તમારો સહયોગાત્મક વ્યવહાર પરિવાર તથા સમાજમાં માન-સન્માન જાળવી રાખશે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક તમે તમારા ગુસ્સા તથા ઈગોના કારણે બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. તમારા વ્યવહારને સહજ જાળવી રાખો. પ્રોપર્ટી કે વાહનને લગતી લોન લેતા પહેલાં ફરી વિચાર કરી લો.

તુલાઃ- પોઝિટિવઃ- તમે તમારા આત્મવિશ્વાસ તથા સમજણ દ્વારા પરિસ્થિતિને વધારે સારી જાળવી રાખવાની કોશિશ કરશો. પરિવારને લગતી યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં પણ સમય પસાર થશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયરને લગતી ગતિવિધિઓને ગંભીરતાથી લેશો.

નેગેટિવઃ- બહારની વ્યક્તિઓ અને મિત્રોની સલાહના કારણે તમે થોડા ખોટા નિર્ણય પણ લઇ શકો છો. તમારી યોગ્યતા ઉપર જ વિશ્વાસ રાખો. સંબંધોને બચાવવા માટે વ્યવહારમાં સમય પ્રમાણે લચીલાપણું જાળવવું.

વૃશ્ચિકઃ- પોઝિટિવઃ- તમારી સંતુલિત દિનચર્યાના કારણે મોટાભાગના કામ સમયે પૂર્ણ થતાં જશે. જેના કારણે માનસિક સુકૂન રહેશે. કોઇ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- ઉતાવળમાં કોઇપણ નિર્ણય ન લેવો. આ સમય બાળકોની ગતિવિધિઓ અને સંગતિ ઉપર પણ નજર રાખવી જરૂરી છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ ખૂબ જ ધ્યાનથી કરો. નુકસાન થવાની સ્થિતિ બની રહી છે.

ધનઃ- પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી આજે થોડી રાહત મળશે. તમે તમારા કાર્યો પ્રત્યે યોગ્ય ધ્યાન આપી શકશો. કોઇ અનુભવી તથા વડીલ વ્યક્તિની સલાહ અને સહયોગ પણ તમારા માટે લાભદાયી રહેશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજનને લગતા પ્રોગ્રામ બની શકે છે.

નેગેટિવઃ- ઉતાવળ અને બેદરકારીના કારણે તમે થોડી ભૂલો પણ કરી શકો છો. એટલે સંયમ રાખવા ખૂબ જ જરૂરી છે. બાળકોની પરેશાનીઓને શાંતિથી ઉકેલો. કાર્યને ટાળવાની કોશિશ ન કરો.

મકરઃ- પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક કાર્યોમાં આજે સારો સમય પસાર થશે. તમે માનસિક રૂપથી પોઝિટિવ અનુભવ કરશો. જમીનને લગતો કોઇ વિવાદ કોઇની દખલ દ્વારા ઉકેલાઇ શકે છે. બાળકોને લગતી કોઇ શુભ સૂચના પણ મળશે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડા વિઘ્ન પેદા કરી શકે છે. કોઇની ખોટી સલાહ ઉપર અમલ કરવું તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. એટલે કોઇપણ નિર્ણય સમજી-વિચારીને લો.

કુંભઃ- પોઝિટિવઃ- તમારા અહંકારનો ત્યાગ કરીને ઘરના વડીલોના અનુભવો અને માર્ગદર્શનનું અનુસરણ કરો. તમને સફળતા મળશે. આવકના માર્ગ પણ મળી શકશે. બાળકો તરફથી પણ કોઇ શુભ સૂચના મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ- અકારણ જ કોઇ સાથે વિવાદમાં પડશો નહીં. કેમ કે તેની નકારાત્મક અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડી શકે છે. જમીનને લગતો કોઇપણ નિર્ણય લેવા માટે સમય અનુકૂળ નથી.

મીનઃ- પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં પણ તમે તમારા રસના કાર્યો માટે સમય કાઢી શકશો, જેનાથી તમને આત્મિક સુખ અનુભવ થશે. અનુભવી વ્યક્તિઓની સલાહને સર્વોપરિ રાખો, નિશ્ચિત જ તમારા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- પાડોસીઓ સાથે કોઇપણ વાદ-વિવાદમાં પડશો નહીં, આવું કરવાથી મામલો આગળ વધી શકે છે. કોઇપણ યાત્રાને ટાળવી શ્રેષ્ઠ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે તણાવ ન લે અને શાંતિથી પરીક્ષાની તૈયારી કરે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.