છત્રપાલ વાળા નો ફરી એક કાંડ સામે આવ્યો છે. આ પહેલા પણ છત્રપાલ વિવાદમાં આવ્યો હતો ત્યારબાદ ફરી એક વખત છત્રપાલ સક્રિય થયો હોય તેવું લાગી રહ્યું છે. અમરેલીના કુખ્યાત ગુનાહિત ઇતિહાસ ધરાવતા અગાઉ એસ પી વિરુદ્ધ પડકાર કરનાર, ખંડણી, મારામારી, અપહરણ, ફાયરિંગ, જમીન મકાન પર કબ્જા જેવા ગુનાહોમાં પોલીસ ચોપડે ચડનાર છત્રપાલ વાળા નો વધુ એક અપહરણનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયોમાં જમીન બાબતે માથાકુટમાં એક વ્યક્તિનું અપહરણ કરી જાનથી મારવાની અને ફાયરિંગ કરવાની તેમજ તેના ભાઈને પણ જોઈ લેવાની ધક-ધમકી આપી રહ્યો છે. વિડીયોમાં છત્રપાલ વાળા પોતે ખુદને ગુજરાતનો બાપ બતાવી રહ્યો છે. જે તમે વિડીયોમાં સ્પષ્ટ સાંભળી શકો છો. છત્રપાલ વાળા ખુદને ગુજરાતનો બાપ સમજીને સામે વાળા વ્યક્તિને મારી નાખવાની ધાક-ધમકી આપી રહ્યો છે.
પહેલા પણ રહ્યો હતો વિવાદમાં: અમરેલી શહેરમાં આવેલા ગુરુદત્ત પેટ્રોલ પંપના માલિક હિતેષ આડતિયાને ફોન કરી છત્રપાલ વાળાએ 10 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. શાંતિથી પેટ્રોલ પંપ ચલાવવો હોય તો દસ લાખ રૂપિયા આપવાની માગ કરી હતી, અન્યથા પેટ્રોલપંપના માલિક પર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી.
છત્રપાલ વાળા અને પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ વચ્ચેની વાતચીતની વાઈરલ થયેલી સાડા ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળાએ અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કર્યો હતો. છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની માગ કરી હતી. પેટ્રોલપંપના માલિકે ના પાડતા ત્રણ દિવસમાં ફાયરીંગ કરવાની ધમકી પણ આપી હતી.
આ પ્રકારે કોઈને ધાક-ધમકી આપીને સાબિત શું કરવા માંગે છે? તે પ્રકારનો પ્રશ્ન લોકોમાં મનમાં ઉદભવી રહ્યો છે. શું આ વ્યક્તિને કોઈ પોલીસનો ડર જ નથી? આ વિડીયોને જોતા તો અનેક પ્રશ્નો પેદા થઇ રહ્યા છે. ત્યારે આ પ્રકારની મારી નાખવાની ધમકીને કારણે આ વિડીયોએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.
આ અગાઉ વાયરલ થયેલી ત્રણ મિનિટની ઓડિયો ક્લિપમાં છત્રપાલ વાળા પેટ્રોલપંપના માલિક હિતેષભાઈ સાથે વાતચીત કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે, જેમાં અમરેલી એસપી અને સાંસદ નારણ કાછડિયાના નામોનો ઉલ્લેખ કરી બેફામ વાણીવિલાસ કરતો દેખાઈ રહ્યો છે. સાથે જ છત્રપાલ વાળાએ પોતાને અમરેલીનો બાપ ગણાવ્યો હતો અને દસ લાખની ખંડણી માગી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!