નકલી ભગવાન / રાક્ષસોની ચેલેન્જ ન સ્વીકારવાની હોય, સાડા સાત અબજ રાક્ષસો મૃત્યુ પામશે, જાણો કોણે આવું કહ્યું

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજકોટમાં પોતાને કલ્કી અવતાર તરીકે ઓળખાવતા રમેશ ફેફરના ઘરે વિજ્ઞાન જાથા પહોંચ્યું હતું અને વિજ્ઞાન જાથાની ટીમે રમેશ ફેફરને ચેલેન્જ આપી છે.

 • રાજકોટમાં વિજ્ઞાન જાથાની ચેલેન્જ
 • પોતાને કલ્કી અવતાર તરીકે ઓળખાવતો હતો વ્યકિત
 • ફેફરે કહ્યું-હું રાક્ષસોની ચેલેન્જ સ્વીકારવાનો નથી 

વિજ્ઞાન જાથાની ટીમે રમેશ ફેફરને કહ્યું હતું કે, પોતે કહેલી વાતને સાબિત કરવા માટે ચેલેન્જ આપી છે. આ મામલે વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ કહ્યું કે રમેશ ફેફર માનસિક રોગી છે. આવા લોકોની ધરપકડ થવી જોઈએ.

હું રાક્ષસોની ચેલેન્જ સ્વીકારવાનો નથી 

તો સામે રમેશ ફેફરે કહ્યું કે રાક્ષસોની ચેલેન્જ ના સ્વીકારવાની હોય…હું અભિમન્યુ નથી…અભિમન્યુએ ચેલેન્જ લીધી એટલે મૃત્યુ પામ્યો હતો. સાડા સાત અબજ રાક્ષસ છે. તે બધા મૃત્યુ પામવાના છે.

પત્રને લઈને આવ્યા હતા વિવાદમાં

મહત્વનું છે કે રમેશ ફેફર પત્ર લખીને વિવાદમાં આવ્યા છે. પત્રમાં લખ્યું હતું કે, મારો એક વર્ષનો બાકી રહેતો 16 લાખ પગાર અને 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ, હું જ ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.

કલ્કી અવતારના નામે બફાટ

 • હું વિષ્ણુ ભગવાનનો દસમો આવતાર છું
 • નવેમ્બરમાં દિવાળીથી જગદંબાએ પૃથ્વીલોકનો ચાર્જ મને સોંપ્યો છે
 • રામા અવતાર કરતા એક લાખ ઘણી પીડા મે ભોગવી છે
 • આ વર્ષે હું વરસાદ પાડવાનો જ નથી
 • 20 વર્ષ સુધી મે તપસ્યા કરી વરસાદ વરસાવ્યો હતો
 • આજ સુધી તમામ દુષ્કાળ મે જ રોક્યા હાતા
 • 18 એપ્રિલ 2021ના મે બધાને વોટ્સએપ મેસેજ મેઇલ કરી કહ્યું છે
 • કોરોના વિષ્ણુ ભગવાનનું એટલે કે મારુ સુદર્શન ચક્ર છે
 • વિજ્ઞાન સહિત દુનિયાની કોઇ થેરાપી તેને રોકી શકશે નહીં
 • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્જૂનનો અવતાર ગણાવ્યા
 • 33 કરોડ દેવતા જ પૃથ્વીલોક પર રહેશે
 • બાકીના સાડા સાત અબજ રાક્ષસોનું 2030 સુધીમાં મૃત્યુ થશે
 • ભગવાનના શરણમાં હશે એ લોકો જ બચશે

(Source From VTV News)

Leave a Reply

Your email address will not be published.