વાહ નેતાજી મોજ કારાદિ / ભાજપના કાર્યાલયમાં NTR ના ગીત પર નેતાએ મહિલા કાર્યકરની સાથે ન કરવા જેવો ડાન્સ કર્યો, જુઓ વિડિઓ પવન વેગે વાઇરલ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

વીડિયો સોશિયલ મીડિયા પર પવનવેગે વાયરલ થઈ રહ્યો છે

આંધ્રનાં ભાજપ નેતા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ વખતે ડાન્સ મુદ્દે ચર્ચામાં આવ્યા છે. નવા વર્ષ પર વિજયવાડા ખાતેનાં પાર્ટી કાર્યાલય ખાતે ભાજપ નેતાએ ડાન્સ કર્યો હતો. તેમની સાથે મહિલા કાર્યકરે પણ ડાન્સ કર્યો હતો. આ VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

VIDEOમાં ભાજપનાં નેતા અને મહિલા કાર્યકર તેલુગુ સુપર સ્ટાર NTR અને જયામાલિનીની ફિલ્મનાં ગીત પર ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે. જે મંચ પર થનગનાટ ચાલી રહ્યો હતો, તેના પર વડાપ્રધાન મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહીત અન્ય કેટલાક નેતાઓની તસ્વીરનું પોસ્ટર લગાવાયેલું હતુ. ડાન્સ દરમિયાન સ્ટેજ પાસે હાજર અન્ય આગેવાનો અને કાર્યકરો તાળીઓ પાડીને ખુશખુશાલ થતાં ઉત્સાહ વધારી રહ્યા હતા.

આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલો ભાજપનાં ટોચનાં નેતાઓ પાસે પહોંચ્યો છે. જો કે, હજી સુધી તે સ્પષ્ટ જાણી શકાયુ નથી કે આ રીતે ઉજવણી કરનારની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કરવામાં આવશે.

અગાઉ આંધ્રનાં ભાજપનાં નેતાએ કહ્યુ હતુ કે, 70 રુપિયામાં દારુની બોટલ મળશે
થોડા દિવસ પહેલાં જ આંધ્રનાં ભાજપનાં પ્રમુખ સોમૂ વીરરાજુએ એક વિવાદીત નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું હતુ કે, ભાજપને અક કરોડ મત આપો અને અમે તમને માત્ર 70 રુપિયામાં જ દારુની બોટલ ઉપલબ્ધ કરાવશે. જો અમારી પાસે વધુ રેવન્યુ બચશેસ તો અમે 70 રુપિયામાં જ તમને દારુની બોટલ ઉપલબ્ધ કરાવીશું. વીરરાજુ 2024ની ચૂંટણી બાબતે આ વાક કરી રહ્યા હતા, જેમાં ભાજપે YSR કોંગ્રેસ સામે તેમને મુખ્ય વિપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/02/72-neta-dance-prithvy1_1641128026/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.