IPL 2022નું મેગા ઓક્શન / 896 ઇન્ડિયન અને 318 વિદેશી ખેલાડીઓનું લિસ્ટ જાહેર, જુઓ અત્યાર સુધીનું સૌથી મોટું IPL ઓક્શન અને જાણો કયો ખેલાડી છે સૌથી મોંઘો

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

IPL 2022ના મેગા ઓક્શનમાં 1,214 ખેલાડીની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી હશે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમ ભાગ લેશે, જેમાં 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 સહયોગી દેશોના ખેલાડીઓ પણ હરાજીમાં ભાગ લેશે.

2 કરોડની બેઝ પ્રાઈઝમાં 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી
મેગા ઓક્સ માટે જાહેર કરાયેલી 2 કરોડ બેઝ પ્રાઈઝની યાદીમાં 49 ખેલાડીનાં નામ છે, જેમાંથી 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી છે. આ યાદીમાં ભારતના રવિચંદ્રન અશ્વિન સિવાય શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન અને સુરેશ રૈનાનાં નામ સામેલ છે.

વળી, વિદેશી ખેલાડીઓમાં વોર્નર, રબાડા, બ્રાવો સિવાય પેટ કમિન્સ, એડમ ઝેમ્પા, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રેંટ બોલ્ટ અને ફાફ ડુપ્લેસિસનાં નામ સામેલ છે. ફ્રેન્ચાઈઝી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલાં નામ સામે 12 અને 13 ફેબ્રુઆરીના દિવસે બેંગલુરુમાં આયોજિત મેગા ઓક્શનમાં બોલી લાગશે.

કેએલ રાહુલને લખનઉએ તેની ટીમ સાથે 17 કરોડમાં જોડ્યો છે આની સાથે તે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. આની પહેલાં RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પણ 2018થી 2021ની સીઝનમાં 17 કરોડ રૂપિયા મળતા હતા. લખનઉએ કેએલને પોતાની ટીમનો કેપ્ટન પણ બનાવ્યો છે.

આ ખેલાડીએ IPL 2022થી નામ પરત લીધાં
વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલે હરાજીમાં પોતાનું નામ આપ્યું નથી. એ જ સમયે ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક, ઈંગ્લેન્ડના સેમ કરન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જો રૂટ, ક્રિસ વોક્સે પણ હરાજીમાં તેમનાં નામ સામેલ કર્યાં નથી.

TATAએ ચાઈનીઝ કંપની VIVOની હકાલપટ્ટી કરી
ચીનની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO(વિવો) હવે IPLની ટાઈટલ સ્પોન્સર રહેશે નહીં. એને સ્થાને TATA ગ્રુપને IPLનું નવું ટાઈટલ સ્પોન્સર બનાવવામાં આવ્યું છે. આવતા વર્ષથી એટલે કે 2023થી આ ટૂર્નામેન્ટ હવે TATA IPL તરીકે ઓળખાશે. ગયા વર્ષે, ચીન અને ભારતમાં તણાવ વચ્ચે VIVO પાસેથી ટાઈટલ રાઈટ્સ ટ્રાન્સફર થઈ શક્યા ન હતા.

IPL 2022ના ઓક્શનમાં 10 ટીમ સામેલ
IPLની 15મી સીઝનમાં 10 ટીમ સામેલ થશે. આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી લીગમાં કમબેક કર્યું છે. આની પહેલાં ગોએન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ રહી હતી. વળી, CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

ENPNcricinfoના રિપોર્ટ અનુસાર, IPL 2022 મેગા ઓક્શનમાં આ વખતે લગભગ 1214 ખેલાડીઓની બોલી લગાવવામાં આવનાર છે. તેમાં 270 કેપ્ડ, 312 અનકેપ્ડ અને સહયોગી દેશોના 41 ખેલાડીઓનો સમાવેશ થાય છે. 1214માંથી 49 ખેલાડીઓએ તેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી છે. આ 49 ખેલાડીઓમાંથી 17 ભારતીય અને 32 વિદેશી ખેલાડીઓ છે. ભારતીયોમાં આર અશ્વિન, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના જ્યારે વિદેશીઓમાં પેટ કમિન્સ, એડમ ઝમ્પા, સ્ટીવન સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વૂડ, ટ્રેન્ટ બોલ્ટ, ફાફ ડુ પ્લેસિસ, ક્વિન્ટન ડી કોક, કાગીસો રબાડા, ડ્વેન બ્રાવોનો સમાવેશ થાય છે. આ વખતે IPL 2022 માટે ટીમોનું પર્સ 85 કરોડ રૂપિયાથી વધારીને 90 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

રૂટે અગાઉ જાહેરાત કરી હતી કે તેણે ઈંગ્લેન્ડ અને ટેસ્ટ ક્રિકેટ માટે IPL છોડવી પડશે, પરંતુ સ્ટોક્સ, આર્ચર અને સ્ટાર્કની ગેરહાજરી આશ્ચર્યજનક છે. શુક્રવારે રાત્રે (22 જાન્યુઆરી) IPL ફ્રેન્ચાઈઝી સાથેની હરાજી માટે શેર કરવામાં આવેલી પ્રારંભિક યાદીમાં 1200 થી વધુ ખેલાડીઓના નામ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.