અરે બાપરે / આણંદના સુખી સંપન્ન પરિવારના વહુની બાથરૂમમાંથી મળી લાશ, જુઓ ભાઈએ હત્યાની આશંકા બતાવી

ગુજરાત ટોપ ન્યૂઝ

આણંદના ઠક્કર ખમણથી પ્રખ્યાત વેપારીના પત્નીનું શંકાસ્પદ મોત (murder) થયા ભારે ચકચાર મચી ગઈ છે. વેપારીની પત્નીનો મૃતદેહ બાથરૂમમાં મળ્યો હતો અને તેના ગળાના ભાગે ઈજાના નિશાન પણ હતા. જેથી પિયરીયાઓએ દીકરીના હત્યા (crime news) ની શંકા વ્યક્ત કરી છે.

બન્યુ એમ હતુ કે, આણંદ-બોરસદ રોડ પર ઠક્કર ખમણ હાઉસ આવેલુ છે, જે આ વિસ્તારમાં પોપ્યુલર છે. ખમણના વેપારી અમિત ઠક્કરના લગ્ન સુરતના રોક્ષા નામની યુવતી સાથે થયા હતા. પંદર વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. જેના બાદ તેમને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. મંગળવારે સવારે રોક્ષાબેન પોતાના બાથરૂમમાં ન્હાવા ગયા હતા, તેના બાદ તેમનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા તેઓ મૃત જાહેર કરાયા હતા.

સમગ્ર ઘટના મામલે રોક્ષાબેનના પિયરના લોકો આશ્ચર્ય પામ્યા હતા. પહેલા દીકરી પડી જવાના અને બાદમાં તેમના મોતના સમાચાર મળતા તેઓ કંઈ સમજી શકે તેમ ન હતા. રોક્ષાબેનના પિયરના લોકોને હત્યાની શંકા ઉપજી હતી. તેમના ભાઈ ધવલ ગંગદેવે બહેનના પોસ્ટમોર્ટમની માંગ કરી હતી. કારણ કે, રોક્ષાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન મળ્યા હતા. બહેનના મોત પાછળ સાસરીના લોકો જવાબદાર હોવાની તેમને શંકા છે.

રોક્ષાબેન અને અમિત ઠક્કર વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલતો હતો, જેના વિશે રોક્ષાબેનના પરિવારજનો જાણતા હતા. ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સુતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. જેને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેના બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેઓએ સમાધાન કરી તેણીને પરત લઈ ગયા હતા.

બોરસદ-આણંદ રોડ ઉપર આવેલી લેગસી સોસાયટીમાં રહેતા અને ઠક્કર ખમણ હાઉસથી સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત એવા અમિત ઠક્કરના લગ્ન સુરત ખાતે રહેતી રોક્ષા (ઉં.આશરે વર્ષ 35) નામની યુવતી સાથે પંદર વર્ષ પહેલાં થયા હતા. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. મંગળવારે સવારે તેમનું બાથરૂમમાં નાહવા જતા સમયે શંકાસ્પદ મોત નીપજ્યું હતું. આ બાબતે સાસરીપક્ષવાળાઓએ તેના પિયરિયાંને ફોન કરી રોક્ષાને પડી જવાથી ઈજા થવાનું જણાવ્યું હતું. બાદમાં થોડા જ સમય પછી ફરી ફોન કરીને તેનું મોત નીપજ્યું હોવાની જાણ કરી હતી, જેને પગલે સુરતમાં રહેતા પરિણીતાનાં પરિવારજનો ડઘાઈ ગયાં હતાં. તેઓ બોરસદ સ્થિત નિવાસસ્થાને આવ્યાં એ પહેલાં તેના અંતિમવિધિની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.

સમગ્ર ઘટનામાં યુવતીના મોતને લઈને શંકા જતાં મૃતકના ભાઈ ધવલ ગંગદેવે અંતિમવિધિ પહેલાં મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે એવી માગ કરી હતી. બુધવારે તેનું કરમસદ ખાતે પીએમ કરતાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હતાં. જોકે હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે બહેનના મૃત્યુ પાછળ તેનાં સાસરિયાંનો હાથ હોવાની શંકા ભાઈ ધવલે વ્યક્ત કરી છે.

સાસરિયાં દ્વારા પરિણીતાનું ગળું દબાવીને દ્વારા હત્યા કરાઈ હોવાની શંકા પિયરિયાંએ વ્યકત કરી છે. જોકે સાસરિયાં દ્વારા બાથરૂમમાં પડી જવાથી મોત થયું હોવાની વાર્તા ઊપજાવી કાઢીને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે તબીબે આપેલા પ્રાથમિક રિપોર્ટમાં ગળાના ભાગે નિશાન મળી આવ્યાં હોવાનું જણાયું છે. હાલમાં ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

સોમવારની રાત્રે સવા એક વાગ્યા હશે અને મારી બહેને મને મેસેજ કર્યો હતો. આ મેસેજ વ્હોટ્સએપ ફરતો હોય એ પ્રકારનો હતો, પરંતુ એમાં જાણે સાસરિયાંની જે માગ હોય એને રજૂ કરતો હતો. જોકે તેણે મોકલેલો મેસેજ મેં સવારે જોયો હતો, પરંતુ હું કામમાં હોવાથી તેને ફોન કરવાનું રહી ગયું હતું. – ધવલ ગંગદેવ, મૃતકનો ભાઈ

મૃતકના નાના ભાઈ ધવલભાઈ ગંગદેવે આક્ષેપ કર્યો હતો કે પાંચ-સાત વર્ષ અગાઉ મારો મોટા ભાઈ અંકુર બોરસદ ખાતે તેના ઘરે રહેવા માટે ગયો હતો. એ સમયે તે સૂતો હતો. ત્યારે બેનની રૂમમાંથી મારવાનો અને તેના રડવાનો અવાજ આવતો હતો. એને પગલે એ જ દિવસે તે તેની રોક્ષા તથા તેનાં બંને બાળકોને લઈને પિયર સુરત આવી ગયા હતા. બાદમાં દોઢ-બે મહિના રહ્યા બાદ તેમણે સમાધાન કરી તેને પરત લઈ ગયા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.