નાનકડી દીકરીને લઈને તડકામાં પેન વહેંચી રહેલા વ્યક્તિનું સત્ય આવ્યું સામે, જાણીને તમારા પણ હોશ ઉડી જશે

વર્લ્ડ

જ્યારે કોઈપણ દેશમાં યુદ્ધની સ્થિતિ સર્જાય છે તો તેની અસર દરેક વ્યક્તિના જીવન ઉપર પડે છે. યુદ્ધના કારણે ઘણા લોકોને શરણાર્થી તરીકે બીજા દેશમાં જઈને વસવું પડે છે. પોતાનું બધું જ છોડીને બીજા દેશમાં આવેલા લોકોને રસ્તા પર રહેવા પણ મજબૂર થવું પડે છે અને નાના મોટા કામ પણ કરવા પડે છે.

આવી જ હાલત લેબનીઝ શહેર બેરૂટમાં જોવા મળ્યું. અહીં સીરીયાના શરણાર્થીઓ સાથે જે થયું છે તે જાણીને કોઈપણ વ્યક્તિને આંસુ આવી જાય. પોતાનો દેશ છોડીને પોતાની દીકરી સાથે બે રૂટમાં આવેલા એક વ્યક્તિ રસ્તા પર પેન વેચીને જીવન ગુજાર કરે છે.

ભર બપોરે તડકામાં દીકરી થાકીને સૂઈ જાય તો તેને એક ખભા પર તેડીને આ વ્યક્તિ રસ્તા પર પેન વેચવા મજબૂર થયો છે. આ વ્યક્તિ ના ફોટા વાયરલ થયા છે અને તેની કહાની પણ ખૂબ જ ચર્ચામાં છે. આ વ્યક્તિનું નામ અબ્દુલ છે અને તે લોકોને પેન ખરીદવા માટે વિનંતી કરતો જોવા મળે છે.

એક પિતાની આ હાલત જોઈને લોકો પણ ભાવુક થઈ રહ્યા છે. આજે જે વ્યક્તિ દીકરીને ખભા પર રાખીને શેરીમાં પેન વેચતો જોવા મળે છે તે પોતાના દેશમાં વ્યક્તિ હતો. પરંતુ યુદ્ધના કારણે તેને બધું જ છોડીને આવતું રહેવું પડ્યું અને હવે પેન વેચીને બે સમયે દીકરીને જમાડી શકે તેટલું કમાવું પડે છે.

આ વ્યક્તિની તસવીર જોઈને લોકો પણ રડી પડે છે. તેની હાલત જોઈને એક પત્રકારે ટ્વિટર પર તેની તસવીર શેર કરી અને તેને મદદ માટે ભંડોળ મળે તેવી વ્યવસ્થા કરી. લોકોએ પણ દિલ ખોલીને દાન કર્યું અને આ વ્યક્તિ પાસે 1,70,000 ડોલરનું યોગદાન એકત્ર થયું.

તેમાંથી તેણે ધંધો શરૂ કર્યો અને પોતાની જેવા બીજા શરણાર્થીઓને પણ કામ આપ્યું અને મદદ કરી. અબ્દુલ એ જે કામ શરૂ કર્યું તેનાથી 16 શરણાર્થીઓને પણ કામ મળતું થયું. થોડા જ સમયમાં અબ્દુલ પોતાના બિઝનેસને સારી રીતે ચલાવવા માંડ્યો અને હવે તે સફળ બની ચૂક્યો છે. તેણે પોતાનું ઘર પણ ખરીદી લીધું છે અને ત્યાં તે પોતાની દીકરી અને દીકરા સાથે રહે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *