લાલબત્તી સમાન કિસ્સો / વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી, એક ક્લિક કરતાં જ…, જુઓ પછી શરૂ થયો અસલી ખેલ

ટોપ ન્યૂઝ

આજકાલ સોશિયલ મીડિયા પર વેબ સિરીઝની ચલણ ખૂબ જ વધ્યું છે. જેના કારણે હવે લોકોને છેતરવા માટે આરોપીઓએ એક નવો જ રસ્તો અપનાવ્યો છે. વેબ સિરીઝ જોતા લોકો માટે વડોદરામાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટના જાણીને લોકો વિચારી રહ્યા છે કે શું વેબ સિરીઝ મારફતે પણ લોકોને ઠગી શકાય છે. વડોદરામાં બેંકના અધિકારી પાસે વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે વડોદરામાં એક બેંક અધિકારી પાસે એક અલગ જ રીતે ખંડણી માગવાની ઘટના પ્રકાશમાં આવી છે. બેંકના અધિકારી પાસે વેબ સિરીઝના નામે પોર્ન વિડિયોની લીંક મોકલી ખંડણી માંગવામાં આવી છે. અધિકારીએ કોઈ વિચાર્યા વગર લિંક ખોલતાં જ લેપટોપમાં 8 થી 9 પોર્ન વીડિયોની સાઈટ ખુલી ગઈ હતી. જેના કારણે ડરીને અધિકારીએ લેપટોપ બંધ કરીને શરૂ કરતાં લેપટોપ લોક કરી દેવાયું હતું.

દેશના કાયદા મંત્રાલયના હોમ પેજનો ઉપયોગ કરી સાયબર માફિયાએ એક ફિશીંગ પેજ બનાવ્યું હતું. જેમાં આ બેંકના અધિકારી પાસે લિંક મોકલીને 29000 રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. સાયબર માફિયાએ ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તેઓ 6 કલાકમાં ખંડણી નહિ આપે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પરંતુ જ્યારે આ ઘટનામાં સાયબર એક્સપર્ટ મયુર ભુસાળવકરએ પેજની તપાસ કરતા સેન્ટ્રલ આફ્રિકાના સાયબર માફિયા હોવાનું સામે આવ્યું હતું. સાયબર માફીયાઓ ખંડણી માટે રેનસમવેર અને ફિશીંગ ટેકનિકનો હવે ઉપયોગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.