વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ સાચવજો / વિદેશમાં ભણવા મોકલેલા વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા ભાંગી પડ્યા માતાપિતા, વડોદરાના યુવકનું કેનેડામાં મોત : જુઓ કયા કારણોસર થયું મોત

ગુજરાત ટોપ ન્યૂઝ વર્લ્ડ

કરુણાંતિકા:કેનેડામાં ક્લિફ જમ્પિંગ રમતમાં પર્વત પરથી ઠંડા પાણીમાં કૂદકો મારતાં વડોદરાના વિદ્યાર્થીનું ડૂબવાથી મોત, સાંસદે મૃતકની માતાને સાંત્વના આપી

  • વારસિયાનો યુવક પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો
  • સાંસદ પરિવારને આશ્વાસન આપવા દોડી ગયા: શુક્રવારે મૃતદેહ વડોદરા લવાશે

કેનેડા ભણવા ગયેલા વડોદરાના યુવકનો અભ્યાસ પૂર્ણ થતાં તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં વડોદરામાં માતા-પિતાએ જમવાનું છોડી દીધું હતું અને ભારે સમજાવટ બાદ બે દિવસ પછી જમવાનું શરૂ કરતાં સ્વજનોએ હાશકારો અનુભવ્યો હતો. શહેરના વારસિયા ઈદ્રલોક સોસાયટીમાં રહેતા અને ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવતા સુનીલભાઈ માખીજાનો મોટો પુત્ર રાહુલ માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે કેનેડા ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે ગયો હતો.

અભ્યાસ પૂર્ણ થતાં તેણે નોકરી માટે એપ્લાય કર્યું હતું. દરમિયાન મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો 20 ઓકટોબરે મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત શરૂ કરી હતી. દરમિયાન એક મિત્ર યસ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને પગલે ગભરાયો હતો, પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. ત્યાર બાદ પાણીમાં કૂદેલો રાહુલ તળાવના ઠંડા અને ઊંડા પાણીમાં ગરક થતાં ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

બનાવની જાણ થતાં માતા-પિતાની હાલત કફોડી બની હતી અને માતા પૂજાબેન અને પિતા સુનીલભાઈએ જમવાનું છોડી દીધું હતું. કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા મૃતદેહ વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ મંજૂરી અને ટેક્નિકલ કારણોથી સમય વેડફાવાનું જણાતાં અન્ય પરિચિતો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતાં તેઓ પરિવાર પાસે દોડી ગયા હતા અને તેમના પ્રયાસોથી એક દિવસ વહેલો મૃતદેહ વડોદરા આવશે.

જાન્યુઆરીમાં રાહુલે કહ્યું હતું કે હવે 3 વર્ષ નહીં આવું
વડોદરાના ચાર મિત્રો સાથે કેનેડામાં રહેતો રાહુલ જાન્યુઆરી મહિનામાં જ વડોદરા આવ્યો હતો. આગામી સમયમાં નવી નોકરી શરૂ કરવાની હોવાથી અને અભ્યાસ બાદ પૂર્ણ કક્ષાની નોકરી મળવવાનો હોવાથી ત્રણ વર્ષ આવી ન શકાય એમ પરિવારને જણાવી પરત ગયો હતો.

સાંસદે દરમિયાનગીરી કરતાં આજે મૃતદેહ આવી પહોંચશે
દિલ્હીમાં કસ્ટમ, હેલ્થ અને કાર્ગોના ક્લિયરન્સને લીધે મૃતદેહ લાવવામાં એક દિવસ બગડતો હતો. સાંસદ રંજનબેન ભટ્ટે દરમિયાનગીરી કરી તાત્કાલિક કાર્યવાહીનું કહેતાં તા.29મીએ રાહુલનો મૃતદેહ આવી જશે. પરિવારે સાંસદનો આભાર માન્યો હતો.

માતા સાથે ફોન પર છેલ્લી વાતચીત: સોમવારે રાહુલે કહ્યું હતું કે ફરવાની બહુ મજા આવે છે
રાહુલના ભાઈ સચિન માખીજાએ જણાવ્યું હતું કે ગત સોમવારે જ રાહુલનો ફોન આવ્યો હતો અને મમ્મી સાથે વાત કરી હતી. નોકરી લાગ્યા બાદ ફરવા નહીં જવાય, તેથી મિત્રો સાથે ફરવા નીકળ્યો છે અને બહુ મજા આવે છે એમ જણાવ્યું હતું.

વડોદરાના વારસિયાની ઈન્દ્રલોક સોસાયટીમાં રહેતા સુનિલભાઈ મખીજા ઘડિયાળી પોળમાં સાડીની દુકાન ધરાવે છે. તેમનો મોટો પુત્ર રાહુલ કેનેડાના ટોરેન્ટો ઓન્ટેરિયા ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે ગયો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ રાહુલને ત્યાં જ નોકરી મળી ગઈ હતી. અભ્યાસ પૂર્ણ થતા જ તે મિત્રો સાથે ટોરેન્ટોથી 300 કિમી દૂર ટોબરમોરી ખાતે ફરવા ગયો હતો. 20 ઓક્ટોબરના રોજ તે મિત્રો સાથે રમતમાં વ્યસ્ત હતો. તે પર્વત પર ઠંડા પાણીના તળાવમાં કૂદકો મારવાની રમત રમતો હતો. જ્યાં કૂદકો મારતા જ રાહુલ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

વડોદરામાં રહેતા તેના માતાપિતાને તેના મોતના સમાચાર મળતા જ તેઓ ભાંગી પડ્યા હતા. માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈ એ જમવાનું છોડી દીધું હતું. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને આ વિશે જાણ થતા જ તેઓ પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા હતા. સાથે જ તેમણે રાહુલના મૃતદેહને કેનેડાથી જલ્દી લાવવા માટે પ્રયાસો કર્યા હતા. રાહુલના મૃતદેહને કેનેડાથી કાર્ગો પ્લેન દ્વારા વડોદરામાં લાવવામાં આવશે. જોકે, મંજૂરી અને ટેકનિકલ કારણોને કારણે રાહુલના મૃતદેહને વડોદરા લાવવામાં મોડુ થયુ હતુ, પરંતુ રંજનબેનના પ્રયાસોથી હવે તે જલ્દી થશે.

ગત જાન્યુઆરી મહિનામા જ રાહુલ વડોદરા આવ્યો હતો, ત્યારે તેના માતાપિતાએ તેને અંતિમ સમયે જોયો હતો. તેમને ખબર ન હતી કે, તેઓ રાહુલને છેલ્લીવાર જોઈ રહ્યાં છે. આજે રાહુલનો મૃતદેહ વડોદરા આવી જશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.