ઘરેથી તૈયાર થઈને દીકરાને શાળાએ મુકવા જતી મહિલાની એક્ટીવાને સરકારી ડમ્પરે મારી ટક્કર, જુઓ અકસ્માત એટલો ભયંકર હતો કે જાણીને તમારું કાળજું કંપી ઉઠશે

ટોપ ન્યૂઝ અમદાવાદ

અમદાવાદ શહેરમાં બેફામ વાહનો ચલાવવા એમાં હવે કોઈ નવાઈની વાત નથી, બેફામ બની રહેલા વાહનચાલકોને કારણે દરરોજ નિર્દોષ નાગરિકોને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવી રહ્યો છે. ત્યારે હવે આજે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને શાળાએ મૂકવા જઈ રહેલી એક્ટિવા ચાલક મહિલાને જોરદાર ટક્કર મારી હતી અને માં અને દીકરા બંનેને અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં દહર નીચે પટકાયો અને તેના પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. દહરના માથા પરથી ટાયર ફરી વળતા તે કચડાઈ ગયો હતો. તેના માંસના લોચા રોડના ડામર સાથે ચોંટી ગયા હતા. તેના શરીરના ટુકડાઓને કપડામાં ભેગા કરવામાં આવ્યા અને પોટલું વાળીને હોસ્પિટલમાં લઈ જવું પડ્યું હતું. જો કે ઘટનાસ્થળે ત્યાં કેટલાક બેશરમ લોકો પણ હાજર હતા જે મદદનો ફોન કરવાને બદલે નફ્ફટ બનીને આ ઘટનાનનો વીડિયો બનાવી રહ્યા હતા.

હાલ તો આ સમગ્ર પ્રકરણમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને પકડવાના પ્રયાસ શરૂ કર્યાં છે. આઝાદ સોસાયટીમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા રોનક ભટ્ટ જમીન દલાલ તરીકે કામ કરે છે. તેમના પત્ની સુરભી 5 વર્ષના દીકરા દહર અને પિતા સાથે રહે છે. રોનકભાઈ દરરોજ તેમન દીકરાને સ્કૂલે મુકવા જાય છે.

આજે સવારે રોનકભાઈના પિતાને ઓપરેશન હોવથી તેઓ તેમના પિતાને લઈને દવાખાને ગયા હતા એટલે તેમના પત્ની સુરભીબેન દહરને સ્કૂલે મુકવા ઘરેથી નીકળ્યા હતા. સુરભીબેન દહરને લઈને સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યા ત્યારે નહેરુનગર તરફથી AMCનું કચરાનું ડમ્પર આવી રહ્યું હતું. આ ડમ્પરે સુરભીબેનની એક્ટિવાને ટક્કર મારી હતી.

દીકરો આગળ હોવાથી એક્ટિવા પરથી ફંગોળાઈને નીચે પટકાયો જ્યારે બીજી તરફ સુરભીબેન પણ ફંગોળાઈને પટકાયા હતા. આ ડમ્પર એટલી સ્પીડે હતું કે તે દહર પર ડમ્પરનું ટાયર ફરી વળ્યું હતું. ઘટનાસ્થળે હાજર લોકો આ દ્રશ્ય જોઈને ફફડી ઉઠ્યા હતા. હાલ તો આ પ્રકરણમાં ડમ્પર ચાલક ફરાર છે તેને પકડવા માટે પ્રયસ શરૂ કરવામાં આવી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.