મદદની પોકાર / જુઓ આ આઠ મહિનાની માસુમ બાળકીનું જરૂરી અંગ થઈ ગયું છે ડેમેજ, તો પરિવાર માંગી રહ્યું છે આ મદદ, જાણો સમગ્ર અહેવાલ

ટોપ ન્યૂઝ સુરત

નાનું બાળકને ભગવાનનું જ સ્વરૂપ માનવામાં આવે છે, મિત્રો એક એવું બાળક જે ગંભીર બીમારી સાથે પીડાય રહ્યું છે અને આ બાળકના પરિવારની પરિસ્થિતિ પણ ખૂબ જ નબળી હોવાથી આ પરિવાર પાસે બાળકની સારવાર કરાવવા માટે પૂરતા પૈસા નથી, તો ચાલો જાણીશું કે આ બાળકને કેટલા સમયથી આ તકલીફ પડી અને આ પરિવારના જીવનમાં શું શું તકલીફ છે તે અમે જણાવશું…

આ માસુમ બાળકી જે બોલી તો નથી શકતી અને તેને કમનસીબે એવી ગંભીર બીમારી થઈ છે કે તેનું દુખ જોઈને કોઈપણ માણસ ભાવુક થઈ જાય. આ નાનકડી બાળકીનું નામ પવિત્રા છે. પિતા માસુમ દીકરીની બીમારી વિશે વાત કરતા કહે છે કે મારી દીકરી બે મહિનાની થઈ ત્યારથી તેને બીમારી થઈ છે.

અહીં સુરતમાં અમે દીકરીની સારવારમાં માટે રાત-દિવસ દોડ્યા ખરા પણ ખોટા રિપોર્ટ આવ્યાં હતાં કે તેને પિતાશયનની નળી નથી, જે બાદ મારી દીકરીનું અમદાવાદ જઈને ઓપરેશન કરાવ્યું તો ત્યાં જાણવા મળ્યું કે પિતાશયની નળી તો છે અને જે લીવરનો ટૂકડો લઈને મુંબઈમાં મોકલ્યો તો ત્યાં તપાસ કરતા જાણવા મળ્યું કે લીવર ડેમેજ થઈ રહ્યું છે.

ત્યાં ડોક્ટરોએ કહ્યું કે જેમ બને વહેલી તકે લીવર બદલાવો તો તમારી દીકરી જલ્દી સાજી થઈ જશે અને તો જ તેનું જીવન શક્ય છે તેમ આ દીકરાના પિતાએ જણાવ્યું હતું.

પરિવાર વિશે વાત કરતા દીકરીના પિતા જણાવે છે કે હું- મારી પત્ની, મારા માતા-પિતા અને મારી પુત્રી અને મારી એક બહેન છે કુલ પાંચ લોકો રહીએ છીએ. બાળકીના પતિ જણાવે છે કે મારી દીકરીને કમળો પણ છે જેના કારણે તેના ચહેરા પર પીળાશ પણ રહે છે. પિતા જણાવે છે કે વહેલી તકે દીકરીનું લીવર બદલશે તો તે વહેલી સાજી થશે બાકી તેની તબીયત ખરાબ થતી રહેશે.

મારી દીકરીની સારવાર પાછળ અત્યાર સુધીમાં અઢી લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે, તેમ જણાવતા પિતા કહે છે કે હવે ખર્ચ ઉઠાવી શકીએ તેમ નથી ત્યારબાદ આર્થિક તંગી વિશે વાત કરતા પિતા જણાવે છે કે મારી આવકમાં તો કઈ જ નથી કારણ કે મે જે કઈપણ કમાણી કરી હતીં તે મારી દીકરીના ઈલાજ પાછળ ખર્ચ કરી નાંખ્યા છે.

અત્યારે મારી દીકરીની સારવાર પાછળ મારી નોકરી પણ છુટી ગઈ છે કારણ કે તેના માટે દવાખાનામાં દોડધામ કરી રહ્યો છું તો નોકરી પણ નથી જઈ શકતો તેમ આ દીકરીના પિતાએ જણાવ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.