સુરતીઓ ધ્યાન રાખજો / સુરતમાંથી લૂંટ-ફાટ કરતી મધ્યપ્રદેશની કુખ્યાત ગેંગ ઝડપાઈ, જુઓ આરોપી પાસેથી એવા હથિયાર મળી આવ્યા કે પોલીસ પણ ચોંકી ઉઠી

સુરત ટોપ ન્યૂઝ

31મી ડિસેમ્બરના રોજ સુરત શહેરમા કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ(night combing) કરવામાં આવ્યું હતું જેમાં ડીસીબીની ટીમને બાતમી મળતા મોટા વરાછા ઉતરાણ બ્રિજ(Varachha-Uttaran bridge) પરથી અમરોલી(Amaroli) તરફ રિક્ષામાં 6 લોકો જઇ રહ્યા હતા જેમને ડિટેન કરતા આરોપીઓ પાસેથી 2 લોડેડ તમંચા, 1 પિસ્ટલ અને 3 જીવતા કારતુસ મળી આવ્યો હતો અને આ આરોપીઓ મધ્યપ્રદેશ(Madhya Pradesh) રાજ્યના મુરૈના જિલ્લાના કુખ્યાત ગેંગ(Muraina Gang) હોવાનું સામે આવ્યું હતું.

સુરત ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી આર.આર. સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા મનીટ્રાન્સફરની દુકાનમાં દુકાન માલિકને માર મારી લૂંટ કરવામાં આવી હતી. જેમાં આ 4 આરોપીઓ સામેલ હતા વધુ પૂછ પરછ કરતા બે વર્ષ પહેલાં પુણા વિસ્તારમાં આવેલી વિધાતા જવેલર્સની દુકાનમાં પિસ્ટલ સાથે ઘુસી આવી શોરૂમના માલિકને માર મારી સોના ચાંદી અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી તમામ આરોપીઓ મુરેના ભાગી ગયા હતા અને દાગીના વેચી માર્યો હતો.

હાલ તમામ 6 આરોપીઓને સુરત ડીસીબીની ટીમ ઝડપી પાડી ધાડ, લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ડીસીબીની ટીમે આરોપીઓ પાસેથી 1 પિસ્ટલ, બે તમંચા, ત્રણ જીવતા કારતુસ, 5 મોબાઈલ ફોન, ઓટો રીક્ષા, બે મોટરસાઇકલ કબ્જે કરી કુલ 2.43 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લીધો છે.

આ આરોપીઓ મધ્યપ્રદેશ રાજ્યના મુરૈના જિલ્લાના કુખ્યાત ગેંગ હોવાનું સામે આવ્યું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી આર.આર. સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત શહેરના વરાછા વિસ્તારમાં થોડાક દિવસ પહેલા મનીટ્રાન્સફરની દુકાનમાં દુકાન માલિકને માર મારી લૂંટ કરવામાં આવી હતી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=246789704234552 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.