ઓલપાડ-સાયણ રોડ પર ટ્રક અને કારના ભયંકર અકસ્માતમાં એકનું કરુણ મોત, સમગ્ર ઘટના જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ સુરત

સાયણ ટાઉનની રસુલાબાદ સોસાયટીના ઉસ્માન પાર્કમાં સોહેલ ઐયુબ મનસુરી(ઉ.વ.30)રહે છે અને રાંદેરની એક મુસ્લિમ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. ઓલપાડ ખાતે તેમના એક સબંધીનું મરણ થયું હતું.જેથી તે રાત્રે 9 કલાકના સુમારે ઓલપાડથી વિધિ પતાવી તેની ઇકો કારમાં સાયણ ઘરે ફરી રહ્યા હતા.

તે સમયે તે પોતે કાર હંકારી રહ્યો હતો અને કારમાં તેના સાયણના મિત્રો પૈકી અલીમ જલીમ શેખ(ઝમઝમ રેસીડેન્સી), આમીર યુસુફ શેખ(સહારા પાર્ક), ઇસ્માઇલ ઉસ્માન શાહ (રસુલાબાદ)તથા બિલાલ મેહમુદ શેખ( સાયણ)સવારી કરી રહ્યા હતા.

તેઓ સુમારે ઓલપાડ-સાયણ રાજ્ય ધોરી માર્ગ ઉપર પરીઆ ગામની સીમમાં મારૂતિનંદન રેસીડેન્સીની સામેના રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે સાયણ તરફથી પુરપાટ ઝડપે દોડતી ટ્રક નં.જીજે-06,વીવી-9889 નો અજાણ્યા ચાલકે કારને ટક્કર મારી અડફેટે લેતા કાર પલટી મારી ગઈ હતી,

જેથી સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક સોહેલ મનસુરીને જમણી આંખ ઉપર કપાળના ભાગે તથા જમણા હાથના પંજા ઉપર ઇજાઓ થઈ હતી. જયારે અલીમને માથાના ભાગે,આમીરને છાતી અને કપાળના ભાગે મુઢમાર વાગ્યો હતો.જયારે ઇસ્માઇલને કપાળના ભાગે ઇજા તેમજ બિલાલ શેખને માથાના વચ્ચેના ભાગે તથા ડાબા ગાલ ઉપર જીવલેણ ઇજા થઈ હતી.

જેથી તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બયુલન્સ દ્વારા સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.જો કે બિલાલ શેખ સિવાયના ત્રણ મિત્રોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી, જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ ગંભીર ઈજાગ્રસ્ત બિલાલ શેખનું સારવાર દરમ્યાન મોત ભરખી ગયું હતું. આ બાબતે સોહેલ ઐયુબ મનસુરીએ ઓલપાડ પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *