અરે બાપરે…આ શું? / સુરતમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’નાં બેનર લાગતા મચ્યો જોરદાર હોબાળો, બજરંગ દળ દ્વારા બેનરો ઉતારી સળગાવી દેવાયા : જોઈલો વિડીયો

સુરત ટોપ ન્યૂઝ

બજરંગ દળ દ્વારા રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી

સુરત શહેરના રિંગ રોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતાં બેનર લાગતાં ભારે હોબાળો થયો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધાં હતાં, સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.

દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાયઃ બજરંગ દળ
દેવી પ્રસાદ દુબે (બજરંગ દળ સભ્ય)એ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા અમને ખબર પડી હતી. અમે સ્થળ પર જઈ તપાસ કરતાં ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. બેનર ઉતારી સળગાવી દેવાયાં હતાં. દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે કે હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.

કોંગ્રેસ નેતાનો કટાક્ષ
કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ભાજપના કહેવાતી ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઊજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવ્યું હતું. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતા ભાજપીઓ અને તેમની ભગિની સંસ્થાઓ આ બેનરના લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી, પણ આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવી અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતાં આવાં બેનર ભાજપીઓની વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો હાલ એ વ્યક્તિ “દેશદ્રોહી” છે એ પ્રસ્થાપિત કરવામાં તેમને અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરત એ નક્કી.

પણ સાથે આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવા અસંખ્ય વ્યક્તિઓ તેની સાથે સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતા આવા બેનર ભાજપના વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો, હાલમાં તે એ વ્યક્તિ “દેશદ્રોહી” છે એ પ્રસ્થાપિત કરવામાં આ ભાજપના અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરે એ નક્કી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/13/18-surat-pakishtani-food-festival-protest-sunil_1639392451/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.