ભારે કરી હો / પદ કોર્પોરેટરનું અને વટ કરે છે વડાપ્રધાનનો, સુરતના આ કોર્પોરેટરે જુઓ અધિકારીઓને પોતાની આંગળીઓ પર નચાવ્યા

ટોપ ન્યૂઝ સુરત

હાલ શહેરમાં ફરી એક વાર કોર્પોરેટર ખુરશીનો વિવાદ સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, અહી એક મહિલા કોર્પોરેટર અધિકારીની ખુરશી પર બેઠા હતા, જયારે કર્મીઓ બાજુમાં ઉભા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, બુધવારના રોજ વોર્ડ નં-10ના કોર્પોરેટર ઉર્વશી પાટીલ દર બુધવારે લોક સંવાદ માટે ગ્રામ પંચાયતની કચેરી અને હાલમાં આકારણી વિભાગ તેમજ વોર્ડ ઓફિસમાં બેસી ફરિયાદ નિરાકરણના પ્રયત્નો કરી રહ્યાં છે. જેને પગલે રાબેતા મુજબ આ બુધવારે પણ સ્થાનિક કોર્પોરેટર ઉર્વશી પટેલે અધિકારીઓ, હેડ ક્લાર્ક અને એસઓ પાસે વિવિધ નક્શાઓનું અભ્યાસ કર્યો હતો.

આ દરમિયાન કોર્પોરેટર ઉર્વશી પાટીલ અધિકારીની ખુરશી પર બેસેલા નજરે ચડ્યા હતા. તેમજ કર્મીઓ ઉભા હતા. જેનો ફોટો વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. અગાઉ પણ રાંદેર ઝોનમાં એક કોર્પોરેટર ઝોનલ ચીફની ખુરસી પર બેઠાં હોવાનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે હાલ ફરી એક વાર કોર્પોરેટર ઉર્વશી પાટીલ ભાટપોરમાં ફરિયાદ ઉકેલવા અધિકારીની ખુરશી ઉપર બેસી ગયા હોવાનો ફોટો વાયરલ થતા તે શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ અંગે ઉર્વશી બેને જણાવ્યું કે, લોકોની વચ્ચે જઇ કામ કરી રહ્યાં છીએ એટલે કોઇને ગમે કોઇને ન પણ ગમે અને આ ખુરશીઓ રેન્ડમલી હોય છે જેથી ત્યાં અધિકારી જ બેસતા હોય તે પણ નક્કી હોતું નથી. ભાટપોર ખાતે લોક સમસ્યા પર અધિકારીઓ સાથે ચર્ચા કરાઇ રહી છે. જેનો લોકોને સારો લાભ પણ મળ્યો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.