જુઓ અમેરિકાને પાછળ રાખી દે તેવો રોડ બનાવ્યો / અમદાવાદના આળસી બાબુઓની વેઠ તો જુઓ, કારને હટાવ્યા વગર જ બનાવી દીધો રોડ, પછી જુઓ અધિકારીઓ એ કેવા-કેવા બહાના આપ્યા

ગુજરાત અમદાવાદ ટોપ ન્યૂઝ

ખરાબ રસ્તાને લઈ ગુજરાત હાઇકોર્ટ(Gujarat High Court)માં પિટિશન દાખલ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા શહેરના રોડ-રસ્તાના રિસર્ફેસની કામગીરી માટે 250 કરોડ રૂપિયા ફાળવી દેવામા આવ્યા છે. પરંતુ સચ્ચાઈ તો કંઈક અલગ પ્રકારની જ જોવા મળી રહી છે. હાલમાં અમદાવાદ(Ahmedabad) તંત્ર દ્વારા રોડ-રસ્તાની રીપેઈર કામગીરી શરૂ કરવામાં આવી છે. પરંતુ અધિકારીઓના દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો મન ફાવે તે રીતે રસ્તાનું રીપેરીંગ કરી રહ્યા છે.

માત્ર પોતાની મનમાની જ નહિ, તેઓ કામમાં વેઠ ઉતારતાં હોય તેવું જોવા મળી રહ્યું છે. સવાલ એ છે કે, અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની આ કામગીરીઓ પર કોઈપણ પ્રકારનું ધ્યાન રાખવામાં આવતું નથી. અમદાવાદ શહેરના સરદાર નગર પોલીસ લાઇન જવાહર ચોક અને સાંઈ સોસાયટીના રોડનું રીપેરીંગ કામ હાલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ જેમાં અમદાવાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. રસ્તાના રીપેરીંગ કામ દરમિયાન પાર્ક કરવામાં આવેલી કાર પણ હટાવાવાની તસ્દી લેવામાં ન આવી અને રોડ બનાવી દેવામાં આવ્યો છે.

રાજ્યમાં ચોમાસા બાદ મોટા શહેરોમાં રોડ રિસરફેસની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. અનેક વખત રજૂઆત બાદ અમદાવાદમાં મનપાએ રાત્રે આવીને એવો રોડ બનાવ્યો કે લોકોને સગવડના બદલે અગવડ પડી રહી છે. સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

અમદાવાદ મનપાના રસ્તા હાલ હાસ્યાસ્પદ બની રહ્યા છે. સરદારનગરમાં આવેલી એક સોસાયટીમાં રસ્તાઓ રિસરફેસ કરવામાં આવ્યા હતા. પરંતુ કેટલીક જગ્યાઓમાં રોડ બાકી જ મૂકી દેવાયા હતા. રાતો રાત મશીન લઇને આવેલા કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોએ પાર્ક કરેલી ગાડીઓ હટાવ્યા વિના જ રસ્તાઓ બનાવી દેવાયા હતા. જ્યાર બાદ આ કામગીરીને લઇને સ્થાનિકો અને વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે.

અમદાવાદમાં રોડની કામગીરીમાં બેદરકારી સામે આવી છે ત્યારે આ મામલે કોંગ્રેસને ભાવતું મળ્યું હોય એ રીતે કોંગ્રેસ નેતા દિનેશ શર્માએ અધિકારીઓ સામે મોરચો ખોલ્યો હતો. તેમણે AMCના અધિકારીઓને આડેહાથે લેતા નિવેદન આપ્યું હતું કે આ ખુબજ ગંભીર બાબત છે, પરંતુ ભાજપના શાસનમાં જે રીતે ઉંચા ભાવે ટેન્ડર આપીને હલ્કી ગુણવત્તાના રોડ બનાવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આવી સામાન્ય બાબત થઇ ગઇ છે. કોન્ટ્રાક્ટર જ્યારે કામગીરી કરતા હોય તે સમયે અમદાવાદ મનપા દ્વારા દેખરેખ રાખવામાં નથી આવતી. કામગીરી સમયે અધિકારીઓએ સ્થળ પર હાજર નથી હોતા. કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાનું કામ કરે છે, અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટરોને છાવરી રહ્યા છે. જે અધિકારી જવાબદાર હોય તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ દિનેશ શર્માએ નિવેદન આપ્યું છે

બુધવારના રોજ સરદારનગરમાં પોલીસ લાઇનથી એરપોર્ટની દીવાલ તરફ જતાં રસ્તાના રિસરફેસિંગની કામગીરી હાથ ધરવામાંમ આવી હતી, પરંતુ રસ્તાની સાઇડમાં ગાડીઓ ઊભી હોવાથી તેને હટાવડાવવાની તસદી લીધા વિના બાકીના રસ્તાનું કામ શરુ કરી દેવામાં આવ્યું હતુ. એટલે કે ગાડીઓ ઊભી હતી તે સિવાયની આજુબાજુની જગ્યાએ નવો રસ્તો બનાવી દેવાયો હતો.

અમદાવાદના સરદારનગરમાં રોડ બનાવવાની કામગીરીમાં ગાડીઓ હટાવ્યા વગર રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો. આ મામલે મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે નિવેદન કર્યુ હતું કે 2 વ્હિકલ રોડ પર હતાં જેના કારણે કામ બાકી રહી ગયું હતું. આ કામ કોન્ટ્રાકટર પાસે કરવામાં આવશે. આગામી સમયમાં આવા વ્હિકલ રોડ પર નડતર થશે તો ક્રેનની મદદ થી દુર કરવામાં આવશે. બુધવારે સરદારનગરમાં પોલીસ લાઇનથી એરપોર્ટની દીવાલ તરફ જતાં રસ્તાના રિસરફેસિંગની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ રસ્તાની સાઇડમાં ગાડીઓ ઊભી હોવાથી તેને હટાવડાવવાની તસદી લીધા વિના બાકીનો રસ્તો રિસરફેસ કરી દેવાયો હતો. એટલે કે ગાડીઓ ઊભી હતી તે સિવાયની જગ્યાએ નવો રસ્તો બનાવી દેવાયો હતો. અમદાવાદ મ્યુનિ.માં માત્ર રસ્તાના ખાડા પૂરી રિસરફેસ કરવા તથા પુન: રસ્તા બનાવવા 250 કરોડ કરતાં વધારે ખર્ચ કરવાનો તાજેતરમાં જ નિર્ણય લેવાયો છે, પરંતુ અધિકારીઓની દેખરેખના અભાવે રસ્તાનાં કામોમાં કોન્ટ્રાક્ટરો બેફામ લાલિયાવાડી ચલાવી રહ્યા છે.

મહત્વનું છે કે, મનપાના કર્મચારીઓને કરોડોનો પગાર આપવામાં આવે છે, તેમ છતા બેદકારીભરી કામગીરી કરવામાં આવે છે. યોગ્ય ગુણવત્તા કે દેખરેખમાં કામગીરી નથી થતી. મનપા કરોડોના ખર્ચે ચોમાસા બાદ રોડ-રસ્તા રિસરફેસની કામગીરી કરી રહી છે, જેમાં જનતાના કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તો શું રોડ-રસ્તા બનાવવાના વાયદા આવી રીતે પૂર્ણ કરાશે?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.