મેહુલ બોઘરાનો વધુ એક મોટો આરોપ / સાજન ભરવાડ કેસમાં મૂળ ઘટનાની તાપસ મામલે પોલીસના ઠાગાઠૈયા, જુઓ એડવોકેટ મેહુલ બોઘરાએ ACP શેખ પર લગાડ્યો વધુ એક મોટો આરોપ

ટોપ ન્યૂઝ સુરત

એડવોકેટ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરનારો ટીઆરબી સુપરવાઇઝર સાજન ભરવાડ રિજીયન-1માં હપ્તા ઉઘરાવતો હોવાનો એડવોકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યું કે, ‘સાજન એસીપી ઝેડ.એ. શેખનો ખાસ માણસ છે. શેખની 50 માણસોની ટીઆરબીની ટુકડી છે. જે યુનિફોર્મ પહેરતી જ નથી, માત્ર ઉઘરાણી કરે છે. જેસીબી, ટેમ્પો, ટુ વ્હીલર, ફોર વ્હીલર, ભારે વાહનો પાસેથી ઉઘરાણી કરી ઉપર સુધી મોકલે છે.’ ( મેહુલ બોધરાનો વિડિઓ નીચે આપેલો છે )

આ બાબતે પૃચ્છા કરવા એસીપી શેખને બે-ત્રણ વખત કોલ કર્યા છતાં તેમણે કોલ રિસીવ કર્યા ન હતા. ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હોવાની વાત છે. જેમાં ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે. વળી આ કેશીયરો પાછા તેના પ્રાઇવેટ માણસોમાં મુખ્ય પન્ટર સમીર છે.

તેની નીચે ઉઘરાણી કરવા પપ્પુ, ડબલ્યુ, મુન્ના, મોન્ટુ, દિનેશ અને ઠાકોર છે. જ્યારે ટીઆરબી જવાન માસ્તર અને ખાનગી વ્યક્તિ નરેશ ટ્રાફિક પોલીસના નામે ઉઘરાણી કરે છે. તેઓ કાપડ-મિલના, ભંગારના તેમજ ટ્રાન્સપોર્ટના ટેમ્પો તથા સ્કૂલવાનની ઉઘરાણી કરે છે. પ્રાઇવેટ વ્યકિત નરેશ મગદલ્લા બ્રિજ થઈ હજીરા જહાંગીરપુરા સુધીમાં ચાલતી કોલસાની ટ્રકો, રેતી-કપચીની ગાડીઓ પાસેથી ઉઘરાણી કરે છે.

આ ઉપરાંત સરદાર માર્કેટના ગેટ પાસે વર્ષોથી ચોંટી રહેલા મનોજ અને પંકજ રોજ હજારોની કમાણી કરે છે. ખરેખર આ બંને જવાન માર્કેટમાંથી નીકળતા વાહનચાલકો પાસેથી 50થી લઈ 200 રૂપિયા સુધીની ઉઘરાણી કરે છે. દિનેશ આ વિસ્તારમાં પરવટ પાટિયાથી બોમ્બે માર્કેટ સુધીમાં લારીવાળાઓ પાસેથી ઉઘરાણી કરે છે. બહાર પાથરણાવાળાઓ અને લારીવાળાઓ પાસેથી માથાભારે દિલીપ તેના સાગરિતો મારફતે ઉઘરાણી કરે છે.

દિલીપ ટ્રાફિક પોલીસ અને પાલિકાના નામે ઉઘરાણી કરતો હોવાની પણ વાત છે. આ બાબતે પોલીસ કમિશનર વિશ્વાસુ અધિકારી પાસે તપાસ કરાવે તો દિલીપનો હપ્તાખોરીનું મોટું કૌભાંડ ખુલી શકે છે. ભૂતકાળમાં દિલીપને હપ્તાખોરીને કારણે જ એક પીએસઆઈએ જાહેરમાં ઘોલાઇ કરી હતી. એડવોકેટ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના પછી શહેર પોલીસ એક્શન આવી છે.

ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 9 ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. અધિકારી રાઉન્ડ પર નીકળ્યા હતા ત્યારે પિપલોદ કારગીલ ચોક, રામનગર ચાર રસ્તા, સરોલી ચેક પોસ્ટ, કડીવાલા પોઇન્ટ અને સોસીયલ સર્કલ પાસે ટ્રાફિક જામ હતો. આ પોઇન્ટો પર ટીઆરબીની ડ્યુટી હતી છતાં ટ્રાફિકની કામગીરીને બદલે સાઇડ પર બેસી મોબાઇલ પર ગપ્પા મારતા હતા.

આથી નોકરીના સમયે ફરજ પર હાજર ન રહેતા 9 ટીઆરબી જવાનોને નોકરીમાંથી કાઢી મુક્યા છે. જોકે મુળ ઘટનાની તપાસમાં પોલીસ હજુ પણ ઢીલ દાખવી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.