સૌથી મોટા સમાચાર / પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ રાજકારણમાં ઝંપલાવશે?, CM ભૂપેન્દ્ર પટેલ અને નરેશ પટેલ વચ્ચે આજે બેઠક, જુઓ નરેશ પટેલે આપ્યું મોટું નિવેદન

ગુજરાત ટોપ ન્યૂઝ

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પાટીદાર સમાજના અગ્રણીઓ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સાથે મુલાકાત કરવાના છે. જો કે, ગાંધીનગર(Gandhinagar) ખાતે યોજવામાં આવેલ બેઠક આગાઉ નરેશ પટેલે(Naresh Patel) આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે.

નરેશ પટેલે રાજકારણમાં જવાના આપ્યા સંકેત: પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે મોટું અને મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે પાટીદાર સમાજ નક્કી કરશે. રાજકીય નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, પાટીદાર સમાજના મુદ્દાને ધ્યાનમાં લઈને રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ.

ગાંધીનગર ખાતે આજે સાંજે 6.30 કલાકે યોજાનારી બેઠક પહેલા પાટીદાર નેતા નરેશ પટેલે આડકતરી રીતે રાજનીતિમાં જવાના સંકેત આપતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંને બોલાવી રહ્યા છે પરંતુ હાલ રાજકરણમાં જવાનો મારો કોઇ વિચાર નથી. જો કે, સમાજ જો આદેશ કરશે તો મારે રાજકરણમાં આવવું પડશે.

ગાંધીનગર ખાતેની બેઠક પહેલા રાજકારણ ગરમાયું : પાટીદાર અગ્રણીઓની આજે સાંજે બેઠક મળવાની છે, જેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. નરેશ પટેલ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખોડલધામ, ઉમિયાધામ અને આંદોલનના નેતાઓ આજે રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવાના છે. જેમાં આંદોલનના સમયના બાકી રહેલા પ્રશ્નોની તથા પાટીદાર સમાજના સામે કરાયેલ કેસો ફરી પાછા લેવા મામલે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં નરેશ પટેલ,અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે.

પત્રકાર પરિષદને સંબોધન કરતા પાટીદાર આગેવાન નરેશ પટેલે રાજકારણમાં જવા અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજકારણમાં જવું કે નહીં તે મારો સમાજ નક્કી કરશે. નેતાઓનું કામ તો અમને મૂંઝવણમાં નાંખવાનું હોય છે. સાથે જ તેમણે કહ્યું કે, પરિસ્થિતિના આધારે મંત્રી, મુખ્યમંત્રી બનતા હોય છે, મુદ્દા આધારીત રાજકારણ થાય તેની ચિંતા કરે છે ખોડલધામ. કોંગ્રેસના પીઢ નેતા ભરતસિંહ સોલંકી સાથે તાજેતરમાં જ થયેલી મુલાકાત અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, અમારી પ્રવૃત્તિઓ જોઇને ભરતસિંહને થયું હોય કે હું સન્માન માટે હકદાર છું

રાજ્યના મુખ્યમંત્રી સાથેની બેઠક પહેલા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રીને અમે પાટીદાર દીકરા-દીકરીઓ સામેના કેસ પરત ખેંચવા તે અંગે રજૂઆત કરીશું તો મૃતકોના પરિવારજનોને વળતર મળે તેવી પણ અમારી રજૂઆત રહેશે. નોંધનીય છે કે, ગાંધીનગર ખાતે યોજનારી બેઠકમાં નરેશ પટેલની સાથે અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિત અગ્રણીઓ આજે ઉપસ્થિત રહેશે. આ બેઠક સાંજે 6.30 કલાકે બેઠક યોજાશે.

પહેલા શું કહ્યું હતું નરેશ પટેલે ? : અત્રે ઉલ્લેખનીય છે કે, ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી સાથે માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક શરુ થયા હતા. ત્યાર પછી રાજ્યમાં તખ્તો પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં નવા પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

ખોડલધામના પટાંગણમાં મળેલી આ બેઠક રાજકીય રીતે મહત્વની : ગુજરાત વિધાનસભાની સમયાવધી પ્રમાણે આગામી ડીસેમ્બરમાં ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી છે ત્યારે, તમામ રાજનીતિક પક્ષો પોતાના ચોગઠા ગોઠવી રહ્યા છે. એવામાં ભરતસિંહની મુલાકાત સૂચક માનવામાં આવી રહી છે. જ્યાં તેઓએ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય મહાનુભાવો સાથે મુલાકાત કરી બેઠક કરી હતી.

અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ? : ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.

અગાઉ પાટીલે પણ કરી હતી મુલાકાત : થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રમાં વધી રહેલા જૂથવાદને ખતમ કરવા માટે સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા..આ દરમિયાન તેમણે ખોડલખામના પ્રમુખ નરેશ પટેલ સાથે બંધ બારણે મુલાકાત કરી હતી.. જે બાદ પાટીદારોને મનાવવાના પ્રયાસો થતા હોવાની ચર્ચા પણ શરૂ થઈ હતી.. અને ભાજપે પાટીદારો સામેના કેસો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. તેવામાં હવે કાોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજી વધુ એક વખત રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે.

ભરતસિંહ સોલંકીની નરેશ પટેલ સાથેની આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે, શુક્રવારે જ કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા. અને સુખરામ રાઠવાને વિપક્ષ નેતા..આમ કાોંગ્રેસે ઓબીસી અને એસટી વોટબેંકને પોતાના તરફી કરવાનો દાવ ખેલ્યો. અને હવે બીજા જ દિવસે ભરતસિંહ સોલંકી નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક માટે ખોડલધામ પહોંચી ગયા હતા.. એટલું જ નહીં આ બેઠકથી ગીતા પટેલ અને મહેશ રાજપૂત સહિતના કાોંગ્રેસના નેતાઓને પણ દૂર રાખવામાં આવ્યા. ત્યારે ચોક્કસ પણે આ બેઠક 2022ની ચૂંટણીને લઈને પાટીદાર મતોને કાોંગ્રેસ તરફી લાવવા માટેનો પ્રયાસ હતો.

અહીં આપણે એવાત પણ ન ભૂલી શકીએ કો, ગત ઓગસ્ટ મહિનામાં ખોડલ ધામથી એવી લાગણી અને માગણી વ્યક્ત કરાઈ હતી કે, 2022ની ચૂંટણી બાદ ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર જ હોય. અને ત્રણ જ મહિનામાં તેની અસર જોવા મળી. પાટીદાર સમાજનો સરદાર ધામ કાર્યક્રમ રૂપાણી સરકારનો આખરી જાહેર કાર્યક્રમ બની ગયો. તેવામાં સી.આર.પાટીલ બાદ ભરતસિંહ સોલંકીની ખોડલધામ મુલાકાત અનેક તકા વિતર્કો સર્જાયા છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ભરતસિંહ સોલંકીની આ મુલાકાત ગુજરાતની ત્રીજી સૌથી મોટી જ્ઞાતિના મત કોંગ્રેસ તરફી લાવી શકશે. કે, પછી ભાજપ મુખ્યમંત્રીના નામે બાજી મારે છે.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની અગાઉ ગુજરાત સરકારે ખાતરી આપી હતી. એમ છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદાર અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય એવી શક્યતા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે સાંજે 6.00 વાગ્યે બેઠક યોજાશે.

આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના દિનેશ બાંભણિયાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં હાર્દિક પટેલ સહિત કોઈ જ રાજકીય નેતાઓ હાજર નહીં રહે, માત્ર આજે બિનરાજકીય લોકો હાજર રહેશે, જેઓ પાટીદાર અનામત આંદોલનના આગેવાનો હતા. આ બેઠકમાં લાંબા સમયથી બાકી રહી ગયેલા પાટીદાર આંદોલનના 197 કેસ પાછા ખેંચવા અંગે ચર્ચા કરાશે. આ બેઠકમાં લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, કડવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ઉમિયા માતા સંસ્થાન, ઊંઝાના પ્રતિનિધિને નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત PAASના નેતા અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણિયા સહિતના નેતા હાજર રહેશે. આ ઉપરાંત અન્ય પાટીદાર આગેવાનો પણ હાજર રહેશે.

તાજેતરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પાટીદારો સામેના તમામ કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી. આ પહેલાં ઓગસ્ટમાં ગુજરાતમાં પાટીદારોની બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવાયો હતો. પાટીદારોનાં બે મોટાં સંગઠનો સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની મહેસાણામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલ ગ્રુપ અને પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ 2 શરૂ કરવામાં આવશે.

પાટીદારો સામેના કેસ પરત ખેંચવા ઝડપી કાર્યવાહી કરો : કોંગ્રેસનેતા હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પાટીદાર આંદોલનના કેસો પરત ખેંચવા માગ કરી હતી. પાટીદાર સમાજના દીકરા તરીકે મારી માગણી છે કે અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા 400 બનાવો અંગે ગુના હતા. આ કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું, જે પૂરું થયું નથી. તમે આ અંગે જરૂરી અગ્રતા આપીને પાટીદારો પરના ગુનાઓ દાખલ કરેલા છે એ પરત ખેંચવામાં આવે.

25 ઓગસ્ટ 2015ના રોજ પાટીદાર અનામત આંદોલન પાટીદાર ક્રાંતિરેલી થઈ હતી, ત્યાર પછી આ ગુનાઓ દાખલ કરાયા હતા. ઑગસ્ટ-2015ના પાટીદાર અનામત આંદોલન વખતે બાપુનગર પોલીસની કસ્ટડીમાં શ્વેતાંગનું મૃત્યુ થયું હતું. પ્રવીણ પટેલનો દીકરો નિશિત 2015માં મહેસાણામાં પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામ્યો હતો. બનાસકાંઠાના મહેશનું પણ પોલીસ ફાયરિંગમાં મૃત્યુ થયું હતું. બીજા 13 લોકો મૃત્યુ પામ્યા હતા. શહીદ થયેલા પાટીદારનાં પરિવાજનોને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાની વાત પણ સરકારે કરી હતી. તેમને નોકરી આપવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે. પોલીસ તપાસ કરીને સજા કરવામાં આવે. પોલીસ દમનની તપાસ માટે પંચની રચના કરીને પીડિતોની ફરિયાદો લેવાની હતી એ આપને યાદ અપાવું છું.

તમને યાદ અપાવી દઉં કે આનંદીબેન પટેલને તમે માનો છો. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેને 29 જુલાઈ 2016માં કેસ પરત ખેંચવા આદેશ આપ્યો હતો. 438 કેસમાંથી ગુજરાત સરકારે 391 કેસ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આનંદીબહેને ગૃહ વિભાગની સમીક્ષા બેઠકમાં આ સૂચના આપી હતી, જેની નોંધ સરકારના મિનિટ્સમાં છે. ત્યાર પછી બેઠક મળવાની હતી, એમાં 155 કેસ પરત ખેંચવાની સમીક્ષા થવાની હતી, જેમાં 54 કેસ પરત ખેંચવાની સાથે બીજા 209 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો. ત્યાર પછી ત્રીજા તબક્કામાં 182 ગુના પરત ખેંચવાના હતા. 430 કેસમાંથી 400 કેસ એટલે કે 90 ટકા તો ત્યારે પરત ખેંચાઈ જવા જોઈતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.