આખરે સચ્ચાઈ આવી સામે / લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ નો ટપ્પુડો શો છોડશે, જુઓ મેકર્સે મૌન તોડીને હકીકત જણાવી

ટોપ ન્યૂઝ બોલિવૂડ

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જેઠાલાલ, તારક મહેતા, દયા, બાપૂજી જેવા ઘણા કલાકારો છે જે લોકોના દિલોમાં રાજ કરે છે. પરંતુ આ તમામ પાત્રો વચ્ચે એક ધ્યાન ખેંચનાર પાત્ર છે ટપ્પૂ… જેની ટપ્પૂ સેના નાનપણથી લઈને જવાની સુધી આખી સોસાયટીમાં ધમાલ મચાવવા માટે જાણીતી છે. છેલ્લાં કેટલાક દિવસોથી અહેવાલ મળી રહ્યા છે કે શોનો ટપ્પૂ એટલે કે રાજ અનાદકત (Raj Anadkat) શો છોડી રહ્યો છે. આ અહેવાલને લઈને હવે મેકર્સે હકીકત જણાવી છે.

શોમાંથી જઈ રહ્યા નથી રાજ
જોકે, ભવ્યા ગાંધી પછી રાજ અનાદકત જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂની ભૂમિકા ભજવી રહ્યા છે, આ ભૂમિકામાં રાજ, પ્રશંસકોને ઘણા પસંદ પડી રહ્યા છે. એવામાં રાજને લઈને સામે આવેલા અહેવાલના કારણે ઘણા ફેન્સ નિરાશ થયા છે. હવે ફેન્સને રાહત આપવા માટે ખુદ મેકર્સ એ આ અહેવાલ પર મૌન તોડીને હકીકત જણાવી છે. અમારી સહયોગી વેબસાઈટ Bollywoodlife.comના અહેવાલ અનુસાર રાજ શોને છોડી રહ્યા નથી.

મેકર્સ થયા અફવાહના કારણે નારાજ
આ રિપોર્ટનું માનીએ તો રાજ અનાદકત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહ્યા નથી, કારણે એક સૂત્ર એ ખુલાસો કર્યો છે કે મેકર્સને મીડિયામાં ફેલાયેલી આ અફવાહના કારણે ઘણા ગુસ્સો આવ્યો છે. પરંતુ અત્યાર સુધી મેકર્સ આ અફવાહ પર કંઈ પણ ઓફિશિયલી બોલી રહ્યા નથી કારણ કે તેમને લાગે છે કે તેના પર સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર જ નથી. પરંતુ હકીકત એ પણ છે કે રાજ અનાદકત જ શોમાં ટપ્પૂની ભૂમિકા નિભાવતા રહેશે.

મુનમુન દત્તાને લઈને પણ ઉડી હતી અફવાહ
આ સૂત્રએ જણાવ્યું છે કે, થોડાક સમય પહેલા બબીતાજી એટલે કે મુનમુન દત્તાને લઈને પણ આવા જ અહેવાલ સામે આવ્યા હતા કે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી રહી છે. પરંતુ અત્યાર સુધી સળંગ મુનમુન શોમાં નજરે પડી રહી છે. ત્યારબાદ મીડિયામાં અહેવાલ આવ્યા કે રાજ અને મુનમુનની વચ્ચે અફેયર છે અને બન્ને જણાં એક બીજાની ઘણી નજીક છે. આ વાત પર રાજ અને મુનમુન ઘણા નારાજ થયા હતા. કારણ કે બન્ને જણાં નથી ઈચ્છતા કે તેમના વિશે આવી અફવાહો ફેલાવવામાં આવે, આ સંદર્ભે બન્ને જણાંએ તેમના પ્રોડક્શન હાઉસને પણ જાણકારી આપી હતી. પરંતુ હવે ચીજો ઘણી બલાઈ ચૂકી છે.. આવા અવસરો કલાકારોની જિંદગીમાં આવે છે પરંતુ આજ ચીજો સમયની સાથે બરાબર થઈ જાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ‘થોડા મહિના પહેલાં અફવા ઊડી હતી કે મુનમુન દત્તા શો છોડવાની છે. મુનમુન દત્તાએ સો.મીડિયામાં શૅર કરેલા એક વીડિયોમાં જાતિગત શબ્દ બોલીને વિવાદ ઊભો કર્યો હતો, પરંતુ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. થોડા સમય પહેલાં મુનમુન તથા રાજ વચ્ચેના અફેરની વાતો આવી હતી. આ વાતથી રાજને ઘણી જ અસર થઈ હતી. આ ઉપરાંત કેટલીક બાબતોને કારણે રાજે શો છોડવાનું નક્કી કર્યું હતું. તેણે આ વાત પ્રોડક્શન હાઉસને કહી હતી. જોકે હવે તે આ શો છોડવાનો નથી. દરેક એક્ટર્સના જીવનમાં અપ એન્ડ ડાઉન આવતાં રહે છે. રાજનું પાત્ર ટપુ ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે અને આ શો છોડી દેવો એ મજાક નથી. રાજને હજી પણ કેટલાક વાંધા છે, પરંતુ એનો પણ ટૂંક સમયમાં ઉકેલ લાવી દેવામાં આવશે.’

રાજને પ્રોડક્શન હાઉસ સામે કયા કયા વાંધા છે?
‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના અહેવાલ પ્રમાણે, થોડા મહિના પહેલાં મુનમુન દત્તાએ જાતિગત શબ્દ બોલીને વિવાદ ઊભો કર્યો હતો. આ વિવાદ બાદ પ્રોડક્શન હાઉસે સિરિયલના તમામ કલાકારો પાસે એક લેટર સાઇન કરાવ્યો હતો. આ લેટર પ્રમાણે, સિરિયલના કોઈપણ કલાકારો ક્યારેય જાતિગત, ધાર્મિક લાગણી દુભાય એ રીતની ભાષાનો ઉપયોગ કરશે નહીં. તમામ કલાકારે આ લેટર પર સાઇન કરી હતી, પરંતુ એક કલાકારે આજદિન સુધી આ લેટર પર સાઇન કરી નથી. આ કલાકાર એટલે રાજ અનડકટ.

અન્ય એક બાબતમાં રાજ તથા અસિત મોદી વચ્ચે ચડભડ થઈ હતી. રાજે પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને આ વીડિયોના ચોક્કસ પાર્ટમાં તે ‘ટપુ’ તરીકે જોવા મળ્યો હતો. અસિત મોદીએ ‘તારક મહેતા..’ના તમામ કલાકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે તેઓ સો.મીડિયા તથા યુટ્યૂબમાં ક્યાંય સિરિયલના પાત્રને રિપ્રેઝન્ટ કરી શકશે નહીં. તેઓ સો.મીડિયામાં સિરિયલ અંગેની કોઈ માહિતી પણ આપી શકશે નહીં. અસિત મોદી ઈચ્છતા હતા કે રાજ તે વીડિયોના પોર્શનમાંથી ટપુનો ભાગ એડિટ કરી નાખે.ત્રીજી વાત એવી બની કે પ્રોડક્શન ટીમના AD (આસિસ્ટન્ટ ડિરેક્ટર)એ રાજની ટી શર્ટ પહેરીને દિલીપ જોષી સાથે શૂટિંગ કર્યું હતું.

રાજ પોતાના કૉલ ટાઇમ પ્રમાણે જ આવવાનો હતો. જોકે ડિરેક્ટરે અચાનક જ સેટ પર નક્કી કર્યું કે તે સીનમાં ટપુ (રાજ અનડકટ)ને બદલે ADની મદદથી જ શૂટિંગ પૂરું કરી લેવામાં આવે. તે સીનમાં ટપુની પીઠ બતાવવામાં આવે છે અને તે જેઠાલાલ (દિલીપ જોષી) સાથે વાત કરતો હોય છે. આ સીનમાં ADએ રાજની ટી શર્ટ પહેરીને શૂટિંગ કરી નાખ્યું હતું. રાજ જ્યારે પોતાના સમયે સેટ પર આવ્યો ત્યારે ADને પોતાની ટી શર્ટમાં જોઈને નવાઈમાં મુકાઈ ગયો હતો. પછીથી ADની હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી, પરંતુ ડિરેક્ટર્સની ટીમે ભેગા થઈને ADને પાછો સેટ પર બોલાવી લીધો હતો. આ ઘટના ગયા મહિને જ બની હતી.

આ ઉપરાંત એવી પણ વાતો થઈ રહી હતી કે સિરિયલના મોટા ભાગના કલાકારોને મહિનામાં ત્રણથી ચાર વાર શૂટિંગ માટે બોલાવવામાં આવે છે અને તેમના ટ્રેકનું શૂટિંગ પૂરું કરી દેવામાં આવે છે. જોકે તેઓ બાકીના દિવસોમાં અન્ય કામ કરી શકતા નથી. તેઓ ‘તારક મહેતા..’ સિરિયલને કમિટેડ રહે છે. આ જ કારણે તેમની મહિનાની આવકમાં ઘટ પડે છે. રાજને વેબ શો તથા અન્ય પ્રોજેક્ટ્સ મળ્યા હતા. તેણે આ શો સાઇન કરી લીધા હોવાની ચર્ચા છે.

રાજ 2017થી શોમાં જોડાયેલો છે
રાજ અનડકટ 2017થી ટપુડાનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. મુનમુન દત્તાના અફેરની વાત સામે આવી ત્યારે રાજે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને આ વાતને ખોટી ગણાવી હતી.

Leave a Reply

Your email address will not be published.