કળયુગનો પાપી બાપ / સુરતમાં ચાર સંતાનના પિતાનું અધમ કૃત્ય, જુઓ કેળાની લાલચ આપી પુત્રીની બહેનપણીને બોલાવી કર્યો એવો કાંડ કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ સુરત

રાજ્યમાં હવે ઘોર કળિયુગ ચાલી રહ્યો છે. દિવસે ને દિવસે હવસખોરોની સંખ્યામાં વધારો થાય છે. ત્યારે સુરતમાં ચાર સંતાનોના પિતાએ એક એવું અધમ કૃત્ય કર્યું છે કે હાલ ચારેબાજુથી તેમના પર ફિટકાર વરસી રહ્યો છે. સુરતની આ ઘટનામાં ચાર સંતાનો બાદ પાંચમો ગર્ભ રહેતા પત્ની વતન ગઈ હતી, ત્યારે પત્નીની ગેરહાજરીમાં પિતાએ પુત્રીની બહેનપણીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. એકલા રહેલા આરોપી પિતા પર હવસનું ભૂત સવાર થતા તેણે એક 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.

ઘટના બાદ આજુબાજુના લોકોએ ભેગા થઈ પાડોશી સાથે માથાકૂટ કરી આરોપીને પોલીસને હવાલે કરી દીધો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના પાંડેસરા વિસ્તાર નજીક એક ચાલીમાં રહેતા UPના પરિવારની પાંચ વર્ષીય પુત્રી શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના અરસામાં રડતી રડતી ઘરે આવી હતી.

માતાએ દીકરીને પુછતાં પહેલા તો કહી કીધું નહોતું, પરંતુ માતાની ચિંતા વધતા તેણે સમજાવીને પુછતા પુત્રીએ કહેલી વાત જાણી માતાના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી. દીકરીએ જણાવ્યું હતું કે, બાજુમાં રહેતા અંકલે કેળાં અપાવવાના બહાને તેમના ઘર પાસેથી અપહરણ કરીને લઇ ગયા હતા. ત્યારબાદ આરોપીએ ગુપ્ત ભાગે અડપલાં કરી ગંદુ કામ કર્યું હોવાનું જણાવતાં માતા ગભરાઈ ગઈ હતી.

આથી માતાએ તેના પતિને દીકરી પર થયેલા કૃત્યની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારે પોલીસને પણ જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બાળકીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની સાથે આરોપીને પણ દબોચી લીધો હતો.

આરોપી શખ્સનું નામ દિનેશ પ્રજાપતિ છે અને તે એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કરે છે. તેના પરિવારમાં 4 સંતાનોનો પિતા છે. તેમ છતાં હજુ મન ના ભરાતા પત્નીને પાંચમો ગર્ભ રહેતાં તે ચાર મહિનાથી સંતાનોને લઇને વતન ડિલીવરી માટે ગઇ હતી. ઘરમાં એકલાં રહેલાં દિનેશ ઉપર હવસનું ભૂત સવાર થતાં તે ગલીમાં રમતી પાંચ વર્ષીય બાળકીને કેળાની લાલચ આપીને ઉઠાવી ગયો હતો. અને હવસખોરે ઘરમાં તેની સાથે બદકામ કર્યું હતું. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.