શું તમે જાણો છો? ગીરના જંગલોમાં આવેલું આ મહાદેવનું મંદિર વર્ષમાં માત્ર બે વાર જ દર્શન માટે ખુલ્લે છે, જાણો એનો રસપ્રદ ઇતિહાસ

ધર્મ

શ્રાવણનો પાવન મહીનો હવે પ્યૂતો થવાના આરે છે,અને ભક્તો ની પણ ભીડ ભગવાન શંકરના મંદિરો માં ઉમટી પડી છે. શ્રાવણ માસના સોમવારના દિવસે તો ભગવાન શંકર ના મંદિરમાં ભકતો ની એટલી ભીડ ઉમટી પડે છે કે પગ મુકવાની પણ જગ્યા હોતી નથી. આમ તો ગીર પંથકમાં અનેક ફરવા લાયક કુદરતી સ્થળો આવેલા છે અને મહાભારત સમયના અનેક શિવલિંગઓ પણ ગીરના જંગલમાં આવેલા છે.

આજે અમે તમને ભગવાન શંકર ના એક એવા જ એક મંદિર વિશે વાત કરીશું જે પ્રકૃતિ ના ખોળે એટલે કે ગીર જંગલ વિસ્તારમાં આવેલું છે. ગીર સોમનાથના ગીરગઢડા પાસે બાબારીયાના જંગલમાં પાતાળેસ્વર મંદિર આવેલું છે. આ મંદીર ગીર જંગલના સેંચ્યુરી વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન હોવાથી ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ભગવાન શંકરનું આ મંદિર વર્ષમાં ફક્ત 2 વાર જ ખુલે છે. એક વાર શિવરાત્રી વખતે 5 દિવસ માટે ખુલે છે અને બીજી વાર આખા શ્રાવણ માસ દરમિયાન ખુલ્લું રાખવામાં આવે છે. ભગવાન ભોલે ના ભક્તોને વન વિભાગની પરવાનગી લઈને અહીંયા દર્શન કરવાનો મોકો આપવામાં આવે છે.

પાતાળેશ્વર મહા દેવનું આ મંદિરમાં મહાભારત સમય આ ઘણા શિવલિંગ આવેલા છે. આ મંદિર નો ઉલ્લેખ ગરુડ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. અહીંયા આવેલું શિવલિંગ સ્વયં ભૂ પાતાળ માંથી પ્રગટ થયું હતું.

આ મંદિર સાથે માલધારી સમાજની મોટી આસ્થા જોડાયેલી છે. દંતકથા મુજબ પાંડવો પોતાના વનવાસ દરમિયાન 7 વર્ષ જેટલો સમય ગીરના જંગલોમાં વિતાવ્યો હતો અને ભીમે અહીંયા ભગવાન શંકર ના શિવલિંગ ની સ્થાપના કરી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.