આજકાલ સોશિયલ મીડિયામાં યુવતીઓના નામે બોગસ એકાઉન્ટ બનાવી લોકોને છેતરવાનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ફેસબુક ઉપર યુવતીના નામે એકાઉન્ટ ખોલી અનેક યુવકો છેતરાયા હોવાના અનેક કિસ્સા બની ચૂક્યા છે. જોકે તેમાંથી બોધપાઠ લેવાના બદલે ઉલ્ટાનું યુવતીઓની મોહજાળમાં ફસાઈને પોતાનું સ્વર્સ્વ લૂંટાવી દેતા હોય છે. આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે.
કોરોના મહામારીમાં બેરોજગાર યુવક નોકરી મેળવવાની લાલસામાં છેતરાયો છે. પુરુષ વેશ્યા તરીકે નોકરીમા આપવાનું કહી રત્નકલાકાર પાસેથી 29000 રૂપિયા ખંખેર્યા છે. આ ઘટનામાં સાઈબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં તળાજાના પાદરી ગામના 25 વર્ષીય ખેડૂતની ધરપકડ કરી હતી.
આ ઘટના સંદર્ભે મળતી માહિતી પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે રત્નકલાકાર 29 વર્ષીય યુવાનને કોરોના મહામારીમાં આર્થિક સંક્રડામણ ઉભી થતાં તેણે સોશિયલ મીડિયા પર જોબ શોધવાનું શરૂ કર્યું હતું. જેમાં તેને ફેસબુક પર જીનલ મહેતા નામનું એકાઉન્ટ મળ્યું હતું. જેમાં યુવકને કોલબોય (પુરુષ વેશ્યા) તરીકેની નોકરીની ઓફર કરવામાં આવી હતી. આપેલા નંબર ઉપર સંપર્ક કરતાં મુકેશના નામે વાત કરતાં શખસે રજિસ્ટ્રેશન ફીના નામે 2000 રૂપિયા ભરાવી શ્વેતા નામની યુવતીનો નંબર આપ્યો હતો.
આ યુવતીએ યુવાનને ફોન કરીને પોતે બીમાર પિતા સાથે વડોદરા આવી હોવાનું અને હોટેલમાં રોકાણ, કોરોનામાં પોલીસની હેરાનગતિના નામે 27 હજાર રૂપિયા એકાઉન્ટમાં ભરાવડાવ્યા બાદ સુરત રેલવે સ્ટેશન બોલાવી ફોન બંધ કરી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!