IPL રિટેન્શનમાં આ દિગ્ગજ ક્રિકેટરો ને ફટકો / IPL 2022 રિટેનશનની સત્તાવાર યાદી જાહેર, જાણો કઈ ટીમે ક્યા ખેલાડીઓને કર્યા રિટેન

ટોપ ન્યૂઝ સ્પોર્ટ્સ

IPL 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન રિટેન કરવાના નિયમો બદલાતાં ઘણી ટીમે અનુભવી ખેલાડીને પણ રિટેન કર્યા નથી તો વળી કેટલીક ફ્રેન્ચાઈઝીએ સેલરી ઘટાડી ટીમના ખાસ પ્લેયરને પોતાની સાથે રાખ્યા છે. એવામાં જો વિરાટ કોહલીની વાત કરીએ તો ગત વર્ષે તેને 17 કરોડની રકમ મળી હતી, જેને આ સીઝનમાં બેંગલોરે 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ચલો, આપણે રિટેન્શન પછી કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા રહ્યા અને કોણે કેટલી રકમમાં રિટેન કરાયા એના પર નજર ફેરવીએ….

IPL 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન રિટેન કરવાના નિયમો બદલાતાં ઘણી ટીમે અનુભવી ખેલાડીને પણ રિટેન કર્યા નથી તો વળી કેટલીક ફ્રેન્ચાઈઝીએ સેલરી ઘટાડી ટીમના ખાસ પ્લેયરને પોતાની સાથે રાખ્યા છે. એવામાં જો વિરાટ કોહલીની વાત કરીએ તો ગત વર્ષે તેને 17 કરોડની રકમ મળી હતી, જેને આ સીઝનમાં બેંગલોરે 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ચલો, આપણે રિટેન્શન પછી કઈ ટીમના પર્સમાં કેટલા રૂપિયા રહ્યા અને કોણે કેટલી રકમમાં રિટેન કરાયા એના પર નજર ફેરવીએ….

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની હાલની આઠ ફ્રેન્ચાઇઝીઓ માટે ખેલાડીઓને રિટેન કરવાની સમય મર્યાદા આજે સમાપ્ત થઈ ગઈ છે. કઈ ટીમે ક્યા ખેલાડીને રિટેન કર્યા છે, તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. આઈપીએલની આઠ ફ્રેન્ચાઇઝીએ અનેક મોટા ખેલાડીઓને રીલિઝ કરી દીધા છે. આજે હાલની ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓને રિટેન કર્યા બાદ હવે નવી બે ટીમો લખનઉ અને અમદાવાદ આગામી 25 ડિસેમ્બર સુધી કોઈપણ ત્રણ ખેલાડીને પોતાની સાથે જોડી શકશે. ત્યારબાદ જાન્યુઆરીમાં મેગા ઓક્શન યોજાઈ શકે છે. હાલની આઠ ટીમોને વધુ ચાર ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી મળી હતી. જેમાં વધુમાં વધુ ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને રિટેન કરી શકાય છે.

જાણો કઈ ટીમે ક્યા ખેલાડીને કર્યા રિટેન

ચેન્નઈ સુપર કિંગ્સઃ રવિન્દ્ર જાડેજા (16 કરોડ), એમએસ ધોની (12 કરોડ), મોઇન અલી (8 કરોડ), રુતુરાજ ગાયકવાડ (6 કરોડ). મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (16 કરોડ), જસપ્રીત બુમરાહ (12 કરોડ), કાયરન પોલાર્ડ (6 કરોડ), સૂર્યકુમાર યાદવ (8 કરોડ) રોયલ ચેલેન્જર્સ બેંગલોરઃ વિરાટ કોહલી (15 કરોડ), ગ્લેન મેક્સવેલ (11 કરોડ), મોહમ્મદ સિરાજ (7 કરોડ) કોલકત્તા નાઇટ રાઇડર્સઃ આંદ્રે રસેલ (12 કરોડ), વરૂણ ચક્રવર્તી (8 કરોડ), વેંકટેશ અય્યર (8 કરોડ), સુનીલ નારાયણ (6 કરોડ). સનરાઇઝર્સ હૈદરાબાદઃ કેન વિલિયમસન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ), ઉરમાન મલિક (4 કરોડ). રાજસ્થાન રોયલ્સઃ સંજૂ સેમસન (14 કરોડ), જોસ બટલર (10 કરોડ) અને યશસ્વી જાયસવાલ (4 કરોડ). પંજાબ કિંગ્સઃ મયંક અગ્રવાલ (12 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ). દિલ્હી કેપિટલ્સઃ રિષભ પંત (16 કરોડ), અક્ષર પટેલ (9 કરોડ), પૃથ્વી શો (7.50 કરોડ) અને એનરિક નોર્ત્જે (6.50 કરોડ).

PL 2022માં 10 ટીમ આવતાં રિટેન્શન પ્રક્રિયામાં પણ ધરખમ ફેરફાર થયા હતા. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન રિટેન કરવાના નિયમો બદલાતાં ઘણી ટીમે અનુભવી ખેલાડીને પણ રિટેન કર્યા નથી તો વળી કેટલીક ફ્રેન્ચાઈઝીએ સેલરી ઘટાડી ટીમના ખાસ પ્લેયરને પોતાની સાથે રાખ્યા છે. એવામાં જો વિરાટ કોહલીની વાત કરીએ તો ગત વર્ષે તેને 17 કરોડની રકમ મળી હતી, જેને આ સીઝનમાં બેંગલોરે 15 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે.

રિટેન્શનમાં મુંબઈએ રોહિત-બુમરાહ સહિત 4 ખેલાડી રિટેન કર્યા
મુંબઈ ઈન્ડિયન્સે 16 કરોડ રૂપિયામાં કેપ્ટન રોહિત શર્મા, 12 કરોડ રૂપિયામાં જસપ્રીત બુમરાહ, 8 કરોડ રૂપિયામાં સૂર્યકુમાર યાદવ અને 6 કરોડ રૂપિયામાં કિરોન પોલાર્ડને રિટેન કર્યા છે. ઉલ્લેખનીય છે કે હવે રોહિત શર્મા ઈન્ડિયન ટીમના T20 કેપ્ટન હોવાથી MIએ તેને ગત વર્ષ કરતાં 1 કરોડ રૂપિયાની રકમ વધારે આપી ટીમમાં રિટેન કર્યો છે. ગત સીઝનમાં રોહિત શર્માને 15 કરોડ રૂપિયા મળ્યા હતા.

RCBએ 3 ખેલાડી રિટેન કર્યા
એબી ડી વિલિયર્સની નિવૃત્તિ પછી વિરાટ કોહલી અને ગ્લેન મેક્સવેલને જાળવી રાખવામાં આવશે એવું માનવામાં આવતું હતું અને એવું જ થયું. આ સિવાય RCBએ મોહમ્મદ સિરાજને રિટેન કર્યો છે. તેને એક સ્માર્ટ મૂવ પણ કહી શકાય, કારણ કે સિરાજે આ ટીમ માટે ગત સીઝનમાં સારી બોલિંગ કરી હતી અને તેણે ધીમે-ધીમે આ ફોર્મેટને સ્વીકારવાનું શરૂ કર્યું છે.
કોહલીને ગત સીઝન સુધી 17 કરોડ રૂપિયા મળતા હતા. હવે આ સીઝનમાં તેને 15 કરોડ રૂપિયા જ મળશે, એટલે કે તેના પગારમાંથી બે કરોડ રૂપિયા કાપવામાં આવ્યા છે.

PBKSએ 2 ખેલાડીને રિટેન કર્યા
પંજાબ કિંગ્સના રિટેન્શનમાં આ વખતે મોટો ટ્વિસ્ટ જોવા મળ્યો છે. કેએલ રાહુલે પોતાને રિટેન કરવાની ના પાડી દેતાં હવે તે મેગા ઓક્શનમાં જોવા મળશે. પંજાબ ફ્રેન્ચાઇઝીએ મયંક અગ્રવાલને 14 કરોડ રૂપિયાની ફી સાથે પ્રથમ સ્થાન પર જાળવી રાખ્યો છે. એવામાં હવે પંજાબના ભવિષ્યને જોતાં ટીમ માટે આ એક મોટો નિર્ણય હોઈ શકે છે. મયંક મોટી અને વિસ્ફોટક ઇનિંગ્સ રમવા માટે સક્ષમ છે. ફ્રેન્ચાઇઝીએ અનકેપ્ડ ફાસ્ટ બોલર અર્શદીપને પણ 4 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે.

SRHની કેપ્ટન કેન સાથે નવી ઈનિંગ
SRHએ કેન વિલિયમ્સન (14 કરોડ), અબ્દુલ સમદ (4 કરોડ) અને ઉમરાન મલિક(4 કરોડ)ને રિટેન કર્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદને આ રિટેન્શનમાં મોટો ફટકો પડ્યા છે. તેની ટીમના 2 મેચ વિનર ખેલાડી ટીમ સાથે છેડો ફાડી દીધો હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડેવિડ વોર્નરે તો પહેલા જ મન બનાવી લીધું હતું કે તે આ ટીમ સાથે આગળ સફર ચાલુ નહીં રાખે તેવામાં રાશિદ ખાનને રિટેન ના કરાતાં SRHને ફટકો પડ્યો છે. આ દરમિયાન અનુમાન લગાવાઈ રહ્યું છે કે મીડિયાના અહેવાલો પ્રમાણે રાશિદે 14-16 કરોડ રૂપિયાની માગણી કરી હોવાથી તેને રિટેન કરાયો નથી. વળી તે લખનઉ સાથે જોડાઈ શકે છે એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

CSKએ જાડેજાને ધોની કરતાં વધારે રૂપિયામાં રિટેન કર્યો
ચેન્નઈ સુપરકિંગ્સે આ ટર્મમાં ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. એવામાં ગત વર્ષની સેલરી કરતાં આ સીઝનમાં ધોનીના પગારમાંથી 3 કરોડ રૂપિયા કપાયા છે. આની સાથે અનુમાન લગાવાઈ રહ્યું છે કે ધોનીની આ છેલ્લી IPL સીઝન પણ હોઈ શકે છે. આ ટર્મના રિટેન્શનમાં CSKએ રવીન્દ્ર જાડેજા (16 કરોડ), ધોની (12 કરોડ), મોઈન અલી (8 કરોડ) અને ઋતુરાજ ગાયકવાડને(6 કરોડ) રિટેન કર્યા છે.

DCએ પંત સાથે નવી ઈનિંગ શરૂ કરી, શ્રેયસને રિટેન ન કરાયો
IPLની સૌથી શાનદાર ટીમ પૈકીની એક દિલ્હી કેપિટલ્સ માટે આ વર્ષે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી આપવી સરળ ન હતી. 2019 અને 2020માં ટીમ શ્રેયસ અય્યરની કપ્તાનીમાં પ્લેઓફમાં પહોંચી હતી. 2020માં તેને ફાઇનલમાં જઈને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે શ્રેયસ અય્યરે આ ટીમથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં દિલ્હીએ રિષભ પંતને જાળવી રાખ્યો છે, બાકીના ત્રણ સ્લોટ અક્ષર પટેલ, પૃથ્વી શો અને એનરિક નોર્ત્યાનાં નામ પર છે. તેવામાં દિલ્હી ટીમમાં શિખર ધવન અને રવિચંદ્રન અશ્વિન જેવા મોટા ખેલાડીઓને રિટેન કરવામાં આવ્યા નથી.

KKRએ ઓઈન મોર્ગનને રિટેન ન કર્યો
IPL 2021ની રનર અપ ટીમ માટે પણ આ નિર્ણય સરળ નહોતો. ફ્રેન્ચાઇઝીએ તેના કેપ્ટન ઓઈન મોર્ગનને માત્ર છેલ્લી સિઝનમાં જાળવી રાખ્યો ન હતો. મોર્ગન ગત સિઝનમાં ખૂબ જ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. તેથી કોલકાતાની ટીમને નવા લીડરની જરૂર છે. જેના પરિણામે KKRએ દિનેશ કાર્તિકને પણ જાળવી રાખ્યો નથી. કોલકાતા અનુભવી અને યુવા ખેલાડીઓના મિશ્રણ પર ભાર મૂકવા માંગે છે અને તે જ આ રિટેન્શનની યાદીમાં જોવામાં આવ્યું છે. કોલકાતા બે વિદેશી ખેલાડીઓને રિટેન કરનારી પ્રથમ ટીમ છે. તેમે રસેલ (12 કરોડ), વરુણ (8 કરોડ રૂપિયા), વેંકટેશ (8 કરોડ) અને નરેનને (6 કરોડ) જાળવી રાખવામાં આવ્યા હતા.

RRએ બેન સ્ટોક્સને રિટેન ન કર્યો, સંજુ સેમસનને વધુ એક તક
રાજસ્થાન રોયલ્સે બેન સ્ટોક્સ અને જોફ્રા આર્ચરને રિલીઝ કર્યા છે. સ્ટોક્સ આરઆર માટે વધુ કંઈ કરી શક્યો ન હતો. એ જ સમયે, આર્ચર છેલ્લી બે સીઝનથી ઇજાગ્રસ્ત છે. જેથી આ ટર્મમાં ટીમે પોતાના કેપ્ટન સંજુ સેમસન અને વિસ્ફોટક બેટર જોસ બટલરને જાળવી રાખ્યા છે. વળી, રાજસ્થાનના ભવિષ્યને જોતાં ટીમે યુવા બેટર યશસ્વી જયસ્વાલને પણ રિટેન કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.