બેફામ બન્યા BRTS ના ડ્રાઇવર / સુરતના અમરોલીમાં બેકાબુ BRTS બસે વૃદ્ધાને અડફેટે લઈ કચડી નાખતા મોત, જુઓ પછી ડ્રાઇવરે કર્યું એવું કે પોલીસ પણ થઇ દોડતી

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં બીઆરટીએસ બસ ખતરાની ઘંટડી વગાડી દોડતી હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાઉથ ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને અડફેટે લીધાની ઘટનાના 24 કલાકમાં જ અમરોલીમાં બીઆરટીએસ બસે રાહદારી વૃદ્ધાને અડફેટે લેતા મોતને ભેટી હોવાનું સામે આવ્યું છે. શનિવારની સવારે બનેલી ઘટના બાદ બીઆરટીએસ બસ સામે લોકોમાં રોષ દેખાતા ડ્રાઇવર ઘટના બાદ સ્થળ પરથી ભાગી ગયો હોવાનું લોકોએ જણાવ્યું છે.

ઘટનાને નજરે જોનાર રવિએ જણાવ્યું હતું કે મહિલા રાહદારી રોડ ક્રોસ કરતી હતી. બસના ચાલકે મહિલાને અડફેટે લઈ કચડી નાખતા સ્થળ પર જ મહિલા તડફડીને મોતને ભેટી હતી. કેટલીક મહિલાઓની ચિચયારી નીકળી ગઈ હતી. ધ્રુજારી આવી જાય એવી ઘટનાને લઈ લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. તાત્કાલિક લોકોએ 108ને જાણ કરતા એ પણ દોડી આવી હતી. જોકે ત્યાં સુધીમાં સમય નીકળી ગયો હતો.

વધુમાં જણાવ્યું હતું કે લોકોના આક્રોશ વચ્ચે પોલીસ દોડી આવતા ભાગદોડ મચી ગઇ હતી. મહિલાની ઓળખ દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. બસનો ડ્રાઇવર ભાગી જતા પોલીસે તેની શોધખોળ કરવા ટીમ રવાના કરી હતી. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.