ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત / પાટણમાં શાળાએ જઈ રહેલી દીકરી પર છરી અને હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો, જુઓ પરિવારજનોએ જે કહ્યું એ જાણીને તમે ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાણા ગામની વિદ્યાર્થિની કોઇટા ગામે શાળાએ જઈ રહી હતી. ત્યારે વિદ્યાર્થિની પર ગામના જ શખસે છરી વડે હુમલો કર્યો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી, જેથી વિદ્યાર્થિનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે વાગદોડ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે વિદ્યાર્થિનીના પરિવારજને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થિની સ્કૂલ જઈ રહી હતી ત્યારે ગામનો શખસ આવીને જબરદસ્તી કરવા લાગ્યો હતો. જેથી તે ગભરાઈ ગઈ હતી અને ત્યાથી ભાગવા લાગી હતી. એને પગલે આરોપીએ પકડી લીધી હતી અને પેટના ભાગે લાત મારી હતી.

જેથી વિદ્યાર્થિનીએ બૂમાબૂમ કરી મૂકતાં આરોપીએ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન અમારા માસીને ખબર પડતાં તે આવી પહોચ્યાં હતાં, જેને જોઈ આરોપી ફરાર થઈ ગયો હતો. પાટણના સરસ્વતી તાલુકાના કોઇટા ગામે શાળાએ જઈ રહેલી વિદ્યાર્થિની પર ગામના જ એક ઇસમે હુમલો કર્યો હતો.

વિદ્યાર્થિનીને કોઈ વાંક-ગુના વગર નીચે પાડી દઈ પીઠ પાછળ છરીનો ઘા મારી જાતિવિષયક અપમાનિત કરી હતી. એ બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં વિદ્યાર્થિનીને ઈજા પહોંચતાં તેને પ્રથમ જંગરાલની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

કોઇટા ગામે શુક્રવારે સવારે સામાન્ય વિદ્યાલય ઉ.માં.શાળામાં ધો 10 માં અભ્યાસ કરવા માટે જઇ રહેલી 15 વર્ષીય કિશોરી વિદ્યાર્થિનીને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે નીચે પાડી દઈ પીઠ પાછળ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે કે, ધો 10 માં અભ્યાસ કરવા જઇ રહેલી સગીરાને રસ્તામાં તેમના જ ગામનો ઠાકોર જીવણ ઉર્ફે જેટિયો લાડજી નામના ઈસમે રસ્તામાં રોકીને બીભત્સ માંગણી કરી હતી, પરંતુ સગીરાએ તેની ના પાડતા આરોપીએ તેણે નીચે પાડી દઈ પીઠ પાછળ તીક્ષ્ણ છરીના ઘા માર્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીના પરિવારજન આવી જતાં આરોપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાને પગલે વિદ્યાર્થિનીના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *