જો મોર નો બોલવા હોઈ તો આ જરૂર વાંચજો / 31st ડિસેમ્બરે પાર્ટી કરતાં અને બહાર નીકળતાં લોકો ખાસ વાંચે સરકારની આ ગાઈડ-લાઈન્સ, નહીતર થશે એવા હાલ કે વિચારી પણ નઈ શકો

ટોપ ન્યૂઝ સુરત

સુરત જિલ્લાના ઘણાં વિસ્તારોમાં NRI હાલ ડિસેમ્બર માસમાં મોટા પ્રમાણમાં વતન આવતા હોય છે. ત્યારે સ્થાનિકો જાણે NRIના આગમન કરતાં પણ એમની લીકર પરમીટની રાહ જોઈ બેઠા હોય, એમ વતન આવતા જ એમની લીકર પરમિટ પર મહારાષ્ટ્રથી દારૂ લાવી થર્ટીફર્સ્ટ તેમજ ઉતરાયણના તહેવારની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

રાજ્યભરમાં આજે 31 ડિસેમ્બરની ઉજવણી લઇને પોલીસ સતર્ક જોવા મળી રહી છે. એક તરફ વૈશ્વિક મહામારી કોરોનાને લઇને તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે. સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવા અથાગ પ્રયત્ન કરી રહી છે. જો કોઇ વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાશે તો પોલીસ દ્વારા કેસ કરવામાં આવશે. આ સાથે લોકો રસ્તા પર દેખાશે તો CCTVના આધારે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાંથી વધુ પ્રમાણમાં પરમિટ પર દારૂ જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે, જેમાં ચોકાવનારી વાત તો એ છે કે લીકર પરમિટ પર આપવામાં આવતો દારૂમાં 1 યુનિટ (બોટલ) 750 MLની એવી 6 બોટલ પરમિટ ધારકને એક મહિનામાં આપવાની હોય છે. અમદાવાદમાં 31મી ડિસેમ્બરને લઈને પોલીસે ખાસ વ્યવસ્થા જાહેર કરી છે.

આ દિવસે ખાસ કરીને કોરોનાને અટકાવવા માટે અને લોકોની ભીડને નિયંત્રિત કરવા માટે 11 વાગ્યાથી કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. 31મી ડિસેમ્બરે રાજ્યમાં ભીડભાડ વાળા વિસ્તારોમાં શી ટીમ બંદોબસ્ત કરશે. અંદાજીત 13000 પોલીસકર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે.

આ સિવાય જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે અને લોકો ખુલ્લેઆમ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે તેને લઈને સરકાર કટિબદ્ધ છે. પ્રોહિબિશનને લઈને પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં માસ્ક અને ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને કામગીરી ચાલી રહી છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ પેટ્રોલિંગ વધશે.

કેટલાક ફિક્સ પોઈન્ટ મુકાશે. આ સિવાય શી ટીમ, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ રહેશે. દારુનું દુષણ રોકવા માટે પ્રોહિબિશનની ડ્રાઈવ કરવામાં આવી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનાર વિરુદ્ધ પગલાં લેવાય છે. શહેરના એન્ટ્રી એક્ઝીટ પોઈન્ટ પર તપાસ ચાલુ છે. આ સિવાય શહેર પોલીસ દ્વારા કરફ્યુ નિયમનું ચુસ્ત પાલન કરાય છે. 31મી ડિસેમ્બરે ખાસ કરીને 12 ડીસીપી સહીત 13000 પોલીસ બંદોબસ્તમાં રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.