ટ્રેક પર દોડતી ટ્રેન જોત જોતામાં ભડકે બળવા લાગી, વિડિઓ જોઈને તમે હેરાન થઈ જશો : જુઓ LIVE વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

મેક્સિકોમાં દુર્ઘટનાનો ભોગ બનેલી કાર્ગો ટ્રેનની ભયાનક તસવીર સામે આવી છે. વાસ્તવમાં, આ ટ્રેન એક ફ્યુઅલ (પેટ્રોલ) ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે આખા રેલ્વે ટ્રેકમાં આગ લાગી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો પણ હાલ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાઈ છે કે, આગમાં લપેટાયેલી ટ્રેન પાટા પર ઝડપથી દોડી રહી છે.

જણાવી દઈએ કે, આ ભીષણ આગના કારણે આસપાસના લગભગ એક ડઝન ઘર બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે અગુઆસ્કેલિએન્ટેસ રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, બચાવ કાર્યકરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં.

પુરપાટ ઝડપે દોડતી ટ્રેનની આસપાસ કાળો ધુમાડો દેખાય છે. અગુઆસ્કેલિએન્ટેસ ફાયર ચીફ મિગુએલ મુરિલોએ જણાવ્યું હતું કે, ટેન્કર ઓવરપાસ સાથે અથડાયા બાદ અને નજીકના રહેણાંક વિસ્તારમાં આગ લાગી જતાં 800 થી 1,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)

12 લોકોને ઘરોમાંથી બચાવી લેવામાં આવ્યા હતા અને કોઈને ઈજા થઈ ન હતી. જોકે, એક વ્યક્તિને ધુમાડો શ્વાસમાં લેવાથી નાની અસર થઈ હતી. તેમણે કહ્યું કે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના વિડીયોમાં આ ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *