ઓસ્કરના સ્ટેજ પર બબાલ / સૌથી મોટા એવોર્ડ શોના સ્ટેજ પરની ઘટનાથી ઉડી ગયા સૌના હોશ, જુઓ આ કારણોસર દુનિયાના સૌથી મોટા હીરોએ શો હોસ્ટને ઝીંકી થપ્પડ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

ઓસ્કર અવોર્ડ 2022ના સમારોહ દરમિયાન એક એવી ઘટના બની જેને કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. ઓસ્કરના હોસ્ટ ક્રિસ રોકને વિલ સ્મિથે સ્ટેજ પર મુક્કો માર્યો.ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે કમેન્ટ કરી હતી. જેથી વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેણે સ્ટેજ પર ધસી જઈને ક્રિસ રોકને મુક્કો મારી દીધો.

ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane મામલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથી મજાક કરી. તેમણે જેડાના ટાલિયાપણા વિશે કમેન્ટ કરતા કહ્યું કે જેડા G.I. Jane 2ની રાહ નથી જોઈ શકતી. કારણ કે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનનો લૂક ટાલિયો હતો. જેથી વિલ સ્મિથને ગુસ્સો આવ્યો અને તેણે સ્ટેજ પર ધસી જઈને ક્રિસ રોકને મુક્કો મારી દીધો.

થયું એવું કે ઓસ્કર અવૉર્ડ ચાલી રહ્યા હતા. જ્યારે ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane મામલે વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથી મજાક કરી. તેમણે જેડાના ટાલિયાપણા વિશે કમેન્ટ કરતા કહ્યું કે જેડા G.I. Jane 2ની રાહ નથી જોઈ શકતી. કારણ કે આ ફિલ્મમાં મુખ્ય હિરોઈનનો લૂક ટાલિયો હતો. જો કે જેડાએ એલોપેસિયા નામની બીમારીના કારણે વાળ હટાવ્યા છે. પત્નીની મજાક બનાવવામાં આવતા વિલને ગુસ્સો આવ્યો અને તેણે હોસ્ટને મુક્કો મારી દીધો.

ઘટના બાદ હાજર સૌ કોઈ સન્ન જોવા મળ્યા. જો કે, બાદમાં અવોર્ડ સ્વીકારવા સમયે સ્મિથે અકેડમીની માફી માંગી. સાથે અન્ય નોમિનીઝની પણ માફી માંગી. આંખમાં આંસુ સાથે સ્મિથે પોતાનો અવૉર્ડ સ્વીકાર્યો અને માફી પણ માંગી.

આ ઘટના બાદ સૌ કોઈના હોશ ઉડી ગયા. સ્ટેજ પરથી ઉતરીને વિલ સ્મિથે એવું પણ કહ્યું કે, મારી પત્નીનું નામ તારા મોઢેથી ન બોલીશ. અનેક લોકોએ આ સમારોહ ટીવી પર લાઈવ જોયો હતો. ટ્વિટર પર પણ વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્રેન્ડ કરવા લાગ્યા. જુઓ આવા જ કેટલાક રીએક્શન્સ.

વિલ સ્મિથને આ વર્ષે ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે નોમિનેટ કરવામાં આવ્યો હતો. વિલે આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો અવોર્ડ જીત્યો હતો. ફિલ્મમાં ટેનિસ પ્લેયર સેરેના વિલિયમ્સ તથા વીનસ વિલિયમ્સના પિતા રિચર્ડની વાત કહેવામાં આવી છે. તેમણે પોતાના જુનૂનથી બાળકોને સારા પ્લેયર બનાવ્યા છે. આ ફિલ્મમાં વિલની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.