સુરતમાં વધુ એક કાંડ / જુઓ પ્રેમલગ્ન કરી ભાગનારા યુવકના પરિવારજનો પર ધારિયાથી અને છરીઓથી કર્યો હિચકારો હુમલો કર્યો

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં ઓલપાડના દિહેણ ગામમાં ચકચારી ઘટના ઘટતા વધુ એક વાર સુરતની સીરત સામે આવી છે. આ ઘટનામાં પ્રેમલગ્ન કરી ભાગેલા યુવકના પરિવાર પર હિચકારો હુમલો કરવામાં આવ્યો છે. દિહેણ ગામમાં યુવતીના પરિવાર દ્વારા યુવકના પરીવારજનો પર હુમલો કરવામાં આવ્યો હતો. લાકડાના ફટકા અને ધારીયાથી કર્યો જીવલેણ હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્ત પરિજનોને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને પરિવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અગાઉ સુરતમાં પ્રેમિકાના ઈશારે પ્રેમીએ બનેવી પર કુહાડી લઈને તૂટી પડ્યો હતો. હુમલો કરી હત્યાનો પ્રયાસ કરતો વીડિયો સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે.8 વર્ષના પ્રેમલગ્નમાં આ 5મો હુમલો થતા પરિવાર ડરના માહોલમાં જીવવા મજબૂર બન્યું છે. ઘટના બાદ હત્યાના પ્રયાસનું કાવતરું પૂર્વ આયોજિત હોવાનું ઇજાગ્રસ્ત સલીમે કહ્યું હતું. સલીમ હાસીમ સાદીકિ (ઇજાગ્રસ્ત) એ જણાવ્યું હતું કે તે રાંદેર તૈયબા એપાર્ટમેન્ટમાં રહે છે અને નોકરી કરી બે સંતાન સાથે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે.

સુરતના રાંદેરમાં 14 મીની રોજ તેઓ ઘર નજીક ત્રણબત્તી વિસ્તારમાં કામકાજ માટે ગયા હતા. જ્યાં પાછળથી કોઈ ઇસમે માથા પર કુહાડીથી હુમલો કર્યા બાદ ઉપરા ઉપર કુહાડીના ઘા માર્યા હતા. ઊંડી તપાસમાં ખબર પડી કે, સાળી અસમાના ઈશારે એના પ્રેમી સજ્જાદ દ્વારા હત્યા કરવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો.માથામાં બે ઘા અને 9 ટાંકા આવ્યા હતા. એટલું જ નહીં પણ પ્રેમલગ્ન કરતા સાળીને મન દુઃખ થયું હોવાનું ઇજાગ્રસ્ત બનેવી સલીમે જણાવ્યું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.