અરે બાપરે…માથું ફાડી નાખે તેવી ઘટના / પૂતળા સાથે લગ્ન કરીને હનીમૂન પર ગઈ આ મહિલા, જુઓ પછી થયું એવું કે જાણીને તમે ગોથું ખાઈ જશો

અજબ ગજબ

કહેવાય છે કે જોડીઓ ઉપરથી બને છે, પરંતુ એક મહિલાએ બનાવેલી જોડીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. આ મામલો બ્રાઝિલનો છે, જ્યાં 37 વર્ષીય મહિલાએ પુરુષના પુતળા સાથે લગ્ન કર્યા અને પછી બાળક હોવાનો દાવો કર્યો. મહિલાએ આ પુતળાનું નામ માર્સેલો રાખ્યું. મહિલાએ આ પુતળા સાથે સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા અને પછી હનીમૂન પર પણ ગઈ.

આશ્ચર્યની વાત એ છે કે આ મહિલાની સામે જો કોઈ તેના પતિને પુતળું કે રમકડું કહે છે તો તે ગુસ્સે થઈ જાય છે અને આવું બોલનાર વ્યક્તિ સાથે નફરત કરવા લાગે છે. મેરિવોન રોકા મૌરેસ સિંગલ હતી અને તેનો કોઈ બોયફ્રેન્ડ નહોતો. આવી પરીસ્થિતિમાં, એકલતા દૂર કરવા, તેની માતા ઘરે એક મોટું પુતળું લાવી.

મોરિસ આ પુતળા સાથે એટલી પ્રેમમાં પડી ગઈ કે તેણે તેની સાથે લગ્ન કરી લીધા. આ લગ્નમાં મહેમાનો પણ આવ્યા હતા અને ખાવા-પીવાથી લઈને દરેક વ્યવસ્થા હતી. હકીકતમાં, મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે, લોકો ઘણીવાર નિર્જીવ વસ્તુઓના પ્રેમમાં પડી જાય છે અને આ કારણ છે કે તેમને ઓબ્જેક્ટોફિલિયા નામની બીમારી છે.

આ રોગથી પીડિત વ્યક્તિ નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરવા લાગે છે અને તેની સાથે રોમાન્સ કરવા લાગે છે. દુનિયામાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકો નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરતા જોવા મળ્યા છે.

આ પહેલા અમેરિકામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં નથિએલ નામના વ્યક્તિએ તેની કાર સાથે સંબંધ હોવાની વાત કરી હતી. તેણે કહ્યું કે તેણે તેની કાર સાથે પણ સંબંધ બાંધ્યો છે. આ સિવાય આવો કિસ્સો જર્મનીમાં પણ જોવા મળ્યો, જ્યાં મહિલાએ પ્લેન સાથે લગ્ન કર્યા. તે રાત્રે આ પ્લેનને ગળે લગાવીને સૂતી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.