શહેરમાં ફરી એક વાર સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલ યુવતીને પ્રેમમાં દગો મળ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ યુવક પર બળાત્કારની ફરીયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે પ્રેમીની ધરપકડ કરી છે. હાલ તો પોલીસ પણ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતીઓ વારંવાર આ પ્રકારે સોશિયલ મીડિયામાં ભાડુઆતી વસ્તુ પર પડાવેલા ફોટા જોઇને યુવાનના મોહમાં પડી જતી હોય છે. અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં 22 વર્ષીય યુવતીએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતી કાગડાપીઠ વિસ્તારમાં એક ઓફિસમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરી હતી.
ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી રાહુલ વણઝારા નામનાં યુવકના સંપર્કમાં આવી હતી. યુવકે યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી હોટલમાં લઈ જઈ મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીએ લગ્નની વાત કરતા પ્રેમી યુવક રાહુલે ફોન બંધ કરી દીધો હતો.
અંતે આ મામલે યુવતીને દગો થયાનો અનુભવ થતા જ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા હતા. ત્યારે ફરિયાદ નોંધાતા કાગડાપીઠ પોલીસે આરોપી યુવક રાહુલની ધરપકડ કરી છે. આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાના માધ્યમ થકી યુવતીઓને નહી ભોળવવા માટે પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવામાં આવતી રહે છે. અનેકવાર અપીલો છતા પણ યુવતીઓ યુવકોના સારી સારી તસ્વીરો જોઇને ભોળવાઇ જતી હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!