અકસ્માતમાં બબાલ / ભરૂચમાં મધરાતે બસની ટક્કરમાં એકનું મોત, અકસ્માત બાદ ઉશ્કેરાયેલું ટોળું બેકાબુ થતા બે બસોને સળગાવી, સ્થાનિકોમાં ભયનો માહોલ : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ભરૂચ

ભરૂચથી કંપનીની શીપ ભરીને દહેજ જતી બસોને બાનમાં લીધી, ભરૂચ શહેરના તમામ પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો, ટોળાને વિખેરી સ્થિતિ થાળે પાડી.

દહેજની બિરલા કોપર કંપનીમાં ચાલતી ખાનગછ ટ્રાન્સપોર્ટની બસ ભરૂચથી કંપનીના નાઇટ શિફ્ટના કર્મચારીઓને લઇને દહેજ જવા નિકળી હતી. દરમિયાનમાં શેરપુરા ગામ પાસે રૂસ્તમ આદમ માચવાલા નામના શખ્સને બસે ટક્કર મારતાં તેમનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જેના પગલે લોકોએ બસ થોભાવી દીધી હતી. દરમિયાનમાં ડ્રાઇવર અને ટોળા વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાતાં લોકોએ આવેશમાં આવી જઇ તેની બસમાં તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ઘટનાને પગલે અંદાજે 1500થી 2000 લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું.

અકસ્માતને પગલે હજારેક લોકોનુ ટોળુ એકઠુ થઈ ગયુ હતું. એક અકસ્માતને પગલે એ જ કંપનીની બીજી બસને પણ ટોળાએ અટકાવી હતી. ગુસ્સામાં આવેલા ટોળાએ કંપનીની બંને બસોને આગ ચાંપી હતી. જેને પગલે ભરૂચ પોલીસ અને ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. પોલીસે આવીને ટોળાને વિખેર્યુ હતું. તો ફાયર વિભાગની ટીમે બંને બસોની આગમા પાણીનો મારો ચલાવ્યો હતો.

અકસ્માતની ઘટનાથી લોકોનો પિત્તો ગરમાતાં તેમણે તે જ કંપનીની બીજી બસને પણ અટકાવી તેમાં પણ તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. બનાવની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન સહિત અન્ય પોલીસ સ્ટેશનોના સ્ટાફે સ્થળ પર દોડી આવી ટોળાને વિખેરવા સાથે સ્થિતી પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ભરૂચ નગરપાલિકા સહિત નજીકની કંપનીઓના લાશ્કરોને બોલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી મુજબ બસની અડફેટે આવતા એક સ્થાનિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, બાદમાં તેનું મોત નિપજ્યું હતું. જેને લઈ સ્થાનિક ગ્રામજનો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. તેમજ દહેજ રોડ ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. પરિસ્થિતીને કાબૂમાં માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.

ભરૂચથી દહેજ તરફ કંપનીના કર્મચારીઓને લઇને જતી લક્ઝરી બસથી અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવતાં જામેલું ટોળું વિફર્યું હતું. અકસ્માત સર્જનાર બસમાંથી કર્મીઓ નીચે ઉતર્યાં હોઇ ટોળાએ પહેલાં તેને આગ ચાંપી દીધી હતી. બાદમાં તે કંપનીની અન્ય એક બસ આવતાં તેને પણ રોકી તેમાંથી કર્મચારીઓને ધમકાવી નીચે ઉતારી તે બસમાં પણ તોડફોડ કરી આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ આવેલાં ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો પણ બન્ને બસ હાડપીંજર બની ગઇ હતી

મૃતક રુસ્તમ આદમ શેરપુરાનો વતની હતો અને પોતે પણ લક્ઝરીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેઓ પોતાની બસ સાઈડમાં ઊભી રાખી ઘરે ખાવા માટે જઈ રહ્યા હતા. પરંતુ જેવા બસમાંથી ઉતરી દરવાજો બંધ કર્યો કે તેવામાં પાછળથી આવેલી બસના ચાલકે અડફેટમાં જતાં ગંભીર ઈજા થતા મોત થયું હતું.

 


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *