આલે લે…તારે / સુરતમાં સ્પાની આડમાં ચાલતા વધુ એક કુટણખાનાનો પર્દાફાશ, જુઓ 4 યુવતી સહીત યુવકો એવી હાલતમાં મળ્યા કે તમામની બોચી પકડી ઝડપ્યા

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં પોલીસે રેડી કરીને સ્પાની આડમાં ચાલકતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. 3 સ્પા સેન્ટરમાં પોલીસે રેડ કરી જેમા 2 મહિલા સંચાલક સહિત 4 યુવતીઓની પોલીસે અટકાયત કરી છે.

રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના વધી રહ્યા છે. પરંતુ હવે તેને લઈને પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે અને સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાનો પર્દાફાશ કરવા લાગી છે. સુરત પોલીસ દ્વારા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટની રેડ કરવામાં આવી જેમા મોટા પાયે ચાલી રહેલા દેહ વ્યાપારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

2 મહિલા સંચાલકની અટકાયત
સુરતમાં આવેલ રોયલ આર્કેડમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ધમધમી રહ્યો હતો. જેનો પર્દાફાશ થઈ ગયો છે. કુલ 3 સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી જેમા દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. આપને જાણીને નવાઈ લાગશે કે 3 માંથી 2 સ્પાનું સંચાલન તો મહિલાઓ કરતી હતી જેમની પોલીસે અટકાયત કરી છે.

4 યુવતીઓની અટકાયત
કુલ 3 સ્પા સેન્ટરમાં રેડ કરવામાં આવી હતી જેમા દેહ વ્યાપારનોં ધંધો ધમધમી રહ્યો છે. સમગ્ર રેડમાં પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી છે જેઓ સ્પાનું સંચાલન કરતી હતી. સાથેજ સ્પા સેન્ટરોમાંથી 4 યુવતીઓની પણ અટકાટત કરવામાં આવી છે. ઉપરાંત 3 ગ્રાહકોની પણ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

સ્પાનો માલિક ફરાર થતા વોન્ટેડ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસમાં અન્ય એક સ્પાના માલિક ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જોકે રાજ્યમાં સ્પાની આડમાં દિવસેને દિવસે દેહ વ્યપારનો ધંધો વધી રહ્યો છે. જે સભ્ય સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ સ્પાની આડમાં વધતા જતા દેહ વ્યાપારાના ધંધાને લઈને પોલીસ પણ હવે તો એકશન મોડમાં આવી ગઈ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.