ગુજરાતના વિદ્યાર્થીઓનું નસીબ જ ફુટેલુ છે / વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયું, જુઓ શિક્ષણ મંત્રીએ શું નિવેદન આપ્યું

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતમાં પેપેર ફૂટવું હવે આમ બાબત બની ગઈ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં દર વખતે થાય છે પરંતુ આની સામે સરકાર કોઈ એક્શન નથી લેતી. ગુજરાતમાં સરકારી ભરતીની જાહેરાત થાય છે, વિદ્યાર્થીઓ મહેનત કરે અને પરીક્ષા આપે તે દિવસે જ સમાચાર આવે છે કે પેપર ફૂટ્યુ છે. એટલે તપાસ થાય છે અને પરીક્ષા રદ થાય છે. ફરી નવેસરથી પરીક્ષા લેવાની કાર્યવાહી થાય છે. ગુજરાતમાં છેલ્લાં ચાર વર્ષથી આ જ સિલસિલો ચાલી રહ્યો છે.

સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓ મહામહેનતે પરીક્ષા આપે છે, અને ત્યાં આવી શરમજનક ઘટના બને છે. મહેસાણાની ઉનાવા મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાં જે પેપર ફૂટ્યુ છે, તેમાં લેટર પેડ પર એ જ સવાલો છે, જે પરીક્ષામાં પૂછાયેલા છે. ત્યારે આખરે આ પેપર આવ્યુ ક્યાંથી. પેપર નહિ, વિદ્યાર્થીઓનુ ભવિષ્ય ફૂટ્યુ છે. વિદ્યાર્થીઓએ જે મહેનત કરી તેનુ શું. જો આવુ જ ચાલતુ રહેશે તો પરીક્ષા પરથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ ઉઠી જશે.

રાજ્યમાં આજે બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન વનરક્ષકની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા. જો કે, મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા સેન્ટર પર ચાલુ પરીક્ષાએ જ એક ઉમેદવાર પાસેથી જવાબો લખેલી એક કાપલી મળી આવતા ખળભળાટ મચ્યો છે. ઉમેદવાર સામે કોપી કેસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં કાપલી ફરતી થઈ છે અને પેપર લીક થયું હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.

મહેસાણા જિલ્લાના ઉનાવા સેન્ટર પર આજે બપોરે 12 થઈ 2 વાગ્યા દરમિયાન મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં પરીક્ષા યોજાઈ રહી હતી. આ સમયે એક ઉમેદવાર પાણી પીવા ગયા બાદ પેપર લખી રહ્યો હતો. પરંતુ, તેની વર્તુણક શંકાસ્પદ લાગતા તપાસ કરવામાં આવતા તેના પાસેથી શ્રી નાગરિક મંડળ, ઉનાવા નામનું એક લેટર પેડ મળી આવ્યું હતું. જેમાં જવાબો લખેલા મળતા તેની સામે કોપી કેસ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉનાવા સેન્ટરમાં ઉમેદવાર પાસેથી જે કાપલી મળી આવી છે તેમાં પેપરમાં પૂછાયેલા સવાલોના જ જવાબ છે કે પછી અન્ય છે. તે અંગે તંત્ર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઝડપાયેલી કાપલી સાથે સોશિયલ મીડિયામાં પેપર લીક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

મારી માહિતી પ્રમાણે આ કોપી કેસનો બનાવ છે- જીતુ વાઘાણી
શિક્ષણ પ્રધાન અને ગુજરાત સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કેટલાક લોકો કોઈપણ વાત સમજ્યા વગર સરકારને બદનામ કરવાની કેટલાક લોકો પ્રવૃતિ કરી રહ્યા છે. અત્યારે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ મહેસાણાના ઉનાવાના પરીક્ષા કેન્દ્રમાં કોપી કેસ થયેલો છે. કોઈ વિદ્યાર્થી પાસેથી તૈયાર જવાબ મળે તેનો અર્થ એવો નથી કે પેપર ફૂટ્યું છે. પેપર ફૂટ્યું હોય તો પહેલા ફૂટે, પરીક્ષા પહેલા વહેચણી કરે. સરકાર આ મામલે તપાસ કરી રહી છે.

ભાજપના રાજમાં પેપર ફૂટવા સામાન્ય બાબત- AAP 
આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણ રામે કહ્યું હતું કે, ભાજપના રાજમાં પેપર ફૂટવા હવે સામાન્ય બાબત બની ચૂકી છે. જો સરકાર નિષ્પક્ષ પણે પરીક્ષા ન લઈ શકતી હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. જો સરકાર નિષ્પક્ષ પણે આયોજન ન કરી શકતી હોય તો અમારા જેવા યુવાનો પરીક્ષા યોજવા તૈયાર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.