અરે બાપરે / પતિએ ક્રુરતાની તમામ હદો પાર કરી, જુઓ પત્નીની હત્યા કરી પછી બાળકો સામે લાશને એવું કર્યું કે જાણીને તમારા રુવાડા ઉભા થઈ જશે

ટોપ ન્યૂઝ વર્લ્ડ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ક્રૂરતાની હદ વટાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ પહેલા પોતાની પત્નીનું મોઢું ઓશિકાથી દબાવી મોતને ઘાટ ઉતારી, પછી તેના 6 બાળકોની સામે પત્નીની લાશને એક મોટા તપેલામાં નાખીને ઉકાળી. જેણે પણ આ ક્રૂર કૃત્યની ઘટના સાંભળી તેઓ દંગ રહી ગયા.

બુધવારે સિંધ પોલીસને નરગીસ નામની મહિલાનો મૃતદેહ એક મોટા તપેલામાંથી મળ્યો હતો. આ લાશ ખાનગી શાળાના રસોડામાં પડી હતી. મળતી માહિતી અનુસાર, ઘટના કરાચીના ગુલશન-એ-ઇકબાલ વિસ્તારની છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાનો પતિ આશિક બજૌર એજન્સીનો રહેવાસી હતો અને શાળામાં ચોકીદાર તરીકે કામ કરતો હતો અને શાળામાં જ ક્વાર્ટરમાં રહેતો હતો.

આ શાળા છેલ્લા 9 મહિનાથી બંધ હતી. પોલીસે જણાવ્યું કે, પીડિતાની 15 વર્ષની પુત્રીએ તેમને આ ઘટના વિશે જાણ કરી. ત્યાં સુધીમાં આશિક નામનો આ હેવાન તેના ત્રણ બાળકો સાથે ભાગી ગયો હતો. એસએસપીએ કહ્યું કે પોલીસે બાકીના ત્રણ બાળકોને પોતાની પાસે સુરક્ષિત રાખ્યા છે.

આ ઘટનાને જોઈને બાળકો ખૂબ જ ગભરાઈ ગયા હતા. એસએસપીએ કહ્યું કે, પ્રાથમિક તપાસ અને બાળકોના નિવેદનો પરથી જાણવા મળ્યું છે કે હત્યારાએ તેની પત્નીનું મોઢું ઓશીકા વડે દબાવીને હત્યા કરી હતી.

આ પછી મહિલાના મૃતદેહને બાળકોની સામે એક મોટા તપેલામાં નાખીને તેને ઉકાળી હતી. આ દરમિયાન મહિલાનો એક પગ શરીરથી અલગ થઈ ગયો હતો. આ વ્યક્તિએ આવું શા માટે કર્યું તેની માહિતી હજુ સામે આવી નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.