ભારે કરી / સુરતમાં આ કારણોસર અંગત મિત્રોએ જ પોતાના મિત્રનું મારી-મારીને ઢીમ ઢાળી દીધો, જુઓ પછી પત્ની અને પુત્રીના હાલ થયા એવા કે જાણીને તમે હેરાન થઇ જશો

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી ગઇકાલે રાત્રે ૨૩ વર્ષીય યુવકને તેના જ અંગત મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં મિત્રએ યુવકના પેટના ભાગે ચાકુના ઘા મારી પતાવી દેવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે આ ઘટના બાદ મહિલા અને પુત્રી નોધારા બની ગયા હતા. સુરત શહેરના વિસ્તારમાં આવેલ એસ.એમ.સી આવાસમાં રહેતો ૨૩ વર્ષીય દીપુ શંકરભાઈ રાઠોડ જેઓ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન કરે છે. ગતરોજ રાત્રે ઘરે જમ્યા પછી ઘર નીચે જ આકાશ નામના મિત્ર જોડે કોઈ વાતે ઝઘડો થતાં બંને વચ્ચે હાથાપાઈ થઇ હતી.

ત્યારબાદ આકાશે દીપુને પેટના ભાગે ચાકુના ઘા મારતા અને કમરના ભાગે ફેટ મારતા દીપુનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા ઉમરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે મૃતક દીપુના નાના ભાઈ દેવાંગએ જણાવ્યુ કે, અમારા પરિવારમાં દિપોની પત્ની અને તેમની છ મહિનાની છોકરી પણ છે. મોટાભાઈ જમીનની નીચે ઉતરિયો એટલે તેના મિત્રએ તેની ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. ગઈકાલે રાત્રે ૯:૩૦ વાગે આ ઘટના બની હતી. આ પેહલા પણ કોઈ ઝઘડો થયો નઈ હતો. ભાઈ પરાઠાની લારી પર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બે ત્રણ વર્ષથી કામ કરતો હતો. એમની પત્ની ઘરે જ કામ કરતી હતી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.